સ્વચ્છ નીતિ જરૂરી છે

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

રાજનીતિમાં જેટલી શુચિતા, સ્વચ્છતા અને અને શિસ્તની વાત કરવામાં આવે છે તેટલી વાત અન્ય કોઇ ક્ષેત્રમાં કરવામાં આવતી નથી. જો કે જેટલી વાત સ્વચ્છતાની કરવામાં આવે છે તેટલી ગંદકી રાજનીતિમાં ફેલાઇ રહી છે.ચૂંટણી નજીક આવે ત્યારે તો રાજનેતા તમામ બાબતોને ભુલી જાય છે. રાજનેતા મંચ પરથી ભ્રષ્ટાચારને રોકવા અને અપરાધીઓની સતત ઝાટકણી કાઢતા રહે છે. મંચ પરથી અપરાધીઓને કઠોર સજા કરવાની વાત કરતા રહે છે. બીજી બાજુ અપરાધીઓને મંચ પર બોલાવતા પણ રહે છે. તેમનુ સન્માન કરવામાં પણ પાછળ રહેતા નથી.

હવે નવો વિવાદ છેડાઇ ગયો છે. રાજનીતિમાં અપરાધીઓને આશ્રય આપવાની બાબત કોઇ નવી બાબત નથી પરંતુ મુજફ્ફરનગર, બરોડ, માલેગાવ, ગાજિયાબાદ હોય કે પછી હાપુડ હોય દરેક જગ્યાએ ભીડના હુમલામાં મોટી સંખ્યામાં લોકોના મોત ભુતકાળમાં  થયા છે. દોષિતો અને અપરાધીઓની સામે કાર્યવાહી કરવામાં આવ્યા બાદ તેમને બચાવી લેવા માટે તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી પડે છે. એકબીજા પર આરોપ પ્રતિ આરોપોનો સિલસિલો શરૂ કરી દેવામાં આવે છે. આ બાબત કોઇ પણ વ્યÂક્ત અથવા તો પાર્ટી જોતી નથી કે જો અપરાધ થયો છે તો દોષિતોને સજા કરીને સમાજમાં સારા સંદેશા પહોંચાડી દેવા માટેના પ્રયાસ કરવામાં આવે. તમામને એકમત થવાની બાબત દેખાતી નથી. તમામ લોકો અપરાધની આડમાં રાજનીતિ રમતા નજરે પડે છે. આ જ કારણ છે કે ગૌરક્ષા, બાળક ચોરી, લવ જેહાદ, બળાત્કારના મામલા અને ડાયન પ્રથા જેવી બાબતોમાં ભીડ પોતાના હાથમાં કાયદા લઇ રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાંથી આ પ્રકારની ઘટનામાં રેકોર્ડ વધારો થઇ ગયો છે.

અપરાધ થતાની સાથે જ અપરાધીઓના સંરક્ષક સપાટી પર આવી જાય છે. જ્યારે ભીડ જ ન્યાય કરવા લાગી જશે તો દેશમાં કાયદાની જરૂર શુ રહી જશે. કેન્દ્ર અને રાજ્ય સ્તર પર કેન્દ્રિય ગૃહ મંત્રાલયની શુ જરૂર છે. પોલીસ અને સુરક્ષા દળો કેમ છે. ન્યાયાલય કેમ છે. કારણ સાફ છે કે રાજનીતિના ધ્રુવીકરણના કારણે સમાજવા વર્ગો વિભાજિત થઇ રહ્યા છે. વોટ માટે સમાજને ધર્મ, જાતિ વિષેશ આધારિત વિભાજિત કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે. અપરાધી ક્યા વર્ગની સાથે જોડાયેલો છે તે ક્યાં ધર્મની સાથે જોડાયેલો છે તે બાબતને ધ્યાનમાં લેવામાં આવે છે. કઇ પાર્ટી સાથે જોડાયેલો છે તે બાબત પણ જોવામાં આવે છે.

રાજસ્થાન હાઇકોર્ટને હાલમાં આદેશ આપવો પડ્યો છે કે એફઆઇઆરમાં જાતિનો ઉલ્લેખ કરવામાં ન આવે. આવુ ચોક્કસપણે થવુ પણ જોઇએ નહી. ભારતીય ચૂંટણી પંચને પણ દેશની મતદાર યાદીમાંથી જાતિની કોલમને દુર કરી દેવા માટે પ્રયાસ કરવા જોઇએ. જો આવુ થશે તો જ રાજેનેતાને સમજાશે કે તે કોઇ ધર્મ, જાતિ અને વર્ગના નહી બલ્કે ભારતના લોકસેવક છે. લોકસભા હોય કે રાજ્ય વિધાનસભાન ચૂંટણ હોય જ્યાં સુધી રાજકીય પક્ષો મજબુત ઇચ્છાશÂક્ત રાખશે નહીં ત્યાં સુધી અપરાધીઓને ટેકો મળતો રહેશે. સ્વચ્છ પ્રતિષ્ઠા ધરાવતા નેતાઓને મેદાનમાં ઉતારવાની પ્રક્રિયા તમામને અપનાવવાની જરૂર છે

Share This Article