શાસ્ત્રીય ગાયક ઉસ્તાદ રાશિદ ખાનનું નિધન થયું

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શોક વ્યક્ત કર્યો
ઉસ્તાદ, ભારતીય શાસ્ત્રીય સંગીતના સૌથી લોકપ્રિય કલાકારોમાંના એક રાશિદ ખાન અવસાન પામ્યા છે. તેમની ઉંમર લગભગ ૫૫ વર્ષની હતી. તેઓ લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. તેમને કોલકાતાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કલાકારને દક્ષિણ કોલકાતાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં મંગળવારે બપોરે ૩.૪૫ કલાકે તેમનું નિધન થયું હતું. તેમના પરિવારમાં પત્ની, બે પુત્રી અને એક પુત્ર છે. તેમના નિધનની માહિતી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શેર કરી છે. રાશિદ ખાન હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં એક મોટું નામ હતું અને તેણે બોલિવૂડ ઉદ્યોગમાં પણ યોગદાન આપ્યું છે.. ઉસ્તાદ રાશિદ ખાને ‘માય નેમ ઈઝ ખાન’, ‘કાદમ્બરી’, ‘મંટો’ અને ‘મિતિન માશી’ માટે ગીતો ગાયા છે. બોલિવૂડ ફિલ્મ ‘જબ વી મેટ’ માટે ઉસ્તાદે ગાયેલું ગીત ‘આઓગે જબ સજનાપ’ લોકોને હજુ પણ ગમે છે. ઉત્તર પ્રદેશના બદાઉનમાં જન્મેલા રાશિદ ખાને માત્ર ૧૧ વર્ષની ઉંમરે સંગીતની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. મુખ્યત્વે શાસ્ત્રીય સંગીત માટે જાણીતા રાશિદ ખાનના ફ્યુઝન અને ફિલ્મી ગીતોની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. તેમના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દાખલ થવા સુધી, તેમની માંદગી હોવા છતાં, સવારે ૪ વાગ્યે સંગીતની પ્રેક્ટિસની તેમની દિનચર્યામાં કોઈ ફેરફાર થયો નથી.

Share This Article