અમદાવાદઃ ક્લાસિક લિજેન્ડ્સ પ્રા. લિ. અમદાવાદમાં તેની સૌપ્રથમ જાવા મોટરસાઈકલ ડિલરશિપના લોન્ચિંગ સાથે ગુજરાતમાં પ્રવેશ કરવાની જાહેરાત કરતાં ગર્વ અનુભવે છે. નવી ડિલરશિપ નીચેના સ્થળે શરૂ થઈ છે.
બ્રાન્ડ 100થી વધુ ડિલરશિપ શરૂ કરવાના તેના લક્ષ્યાંક તરફ ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે અને અમદાવાદમાં નવા આઉટલેટના લોન્ચિંગ સાથે ભારતમાં તેની કુલ ડિલરશિપની સંખ્યા 43 થઈ ગઈ છે. અમદાવાદ ઉપરાંત બ્રાન્ડ રાજકોટ, સુરત અને વડોદરામાં પણ ડિલરશિપ્સનું ઉદ્ઘાટન કરશે અને જાવા મોટરસાઈકલ્સને રાજ્યમાં તેના બધા જ ચાહકોની નજીક લાવશે.
રુસ્તમજી ગ્રૂપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર બોમન ઈરાનીએ જાવાના નિષ્ણાતો અને ગ્રાહકોની હાજરીમાં શોરૂમનું ઉદ્ઘાટન કર્યું હતું.
જાવા ડિલરશિપ તમારી સાથે, સમાન વિચાર ધરાવતા લોકો સાથે અને મોટરસાઈકલ્સ સાથે સંપર્ક બનાવવાનું સ્થળ છે. તેનિ ડિઝાઈનની ફિલસૂફી વિશ્વસનિયતામાં છે અને આ ડિઝાઈન તેની વાર્તાઓ તથા મોટરસાઈકલ મારફત ભૂતકાળ અને વર્તમાન વચ્ચે કડી બનવા સક્ષમ છે.
ભારત માટે નવી જાવા મોડેલની લાઈન-અપ
જાવા : અસલ જાવાની ટાઈમલેસ સ્ટાઈલ અને આઈકોનિક લાક્ષણિક્તાનો આ નવી જાવામાં પુનર્જન્મ થયો છે. ક્રાંતિકારી સૌંદર્ય સાથે આધુનિક જાવા ભૂતકાળની સર્વોપરી, સુંદર, આધુનિક, ભવ્ય એવી વિશ્વસનિયતા અને પરિચિતતા જાળવી રાખે છે અને તે લીગસી ઈચ્છતા હોય તેમના માટે ટ્યુન કરવામાં આવી છે. જાવા તેના સ્વરૂપ અને કાર્યમાં જૂની વૈશ્વિક લાક્ષણિક્તા અને ખરા અર્થમાં આધુનિક પરફોર્મન્સ સાથે ક્લાસિક છે.
જાવા ફોર્ટી ટૂ : આ ક્લાસિકસરહદો અને પ્રયોગોને તોડે છે. તેની ડિઝાઈનમાં અસ્પષ્ટતા અને બિનપરંપરાગત લાક્ષણિક્તા સાથે ફોર્ટી ટૂ ક્લાસિકની ટોન, મસલ્ડ, સ્પોર્ટી, વર્ચસ્વપૂર્ણ આવૃત્તિ છે. ફોર્ટી ટૂ હૃદયની સાથે મગજને પણ આકર્ષવા સક્ષમ છે.
નવું જાવા એન્જિન : 293સીસી લિક્વિડ કૂલ્ડ, સિંગલ સિલન્ડર ડીઓએચસી એન્જિન
293સીસી લિક્વિડ કૂલ્ડ, સિંગલ સિલિન્ડર, ડીઓએચસી એન્જિન શ્રેષ્ઠ ઈટાલિયન એન્જિનિયરોના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે. તે એકદમ નવું છે અને આ જ સમયે ક્લાસિક જાવાનો અનુભવ પણ પૂરો પાડે છે. તે સાતત્યપૂર્ણ પાવર રાઈડ માટે મીડ-રેન્જ અને ફ્લેટ ટોર્ક કર્વ સાથે 27 બીએચપી પાવર અને 28 એનએમ ટોર્ક જનરેટ કરે છે. પરંતુ તેનું હાર્દ તેની ક્લાસિક લાઈનની લંબાઈ અને વિશિષ્ટ લાક્ષણિક્તા સાથેના ટ્વીન એક્ઝોસ્ટ છે, જે નિર્વિવાદપણે તમને ગમતી જાવાના છે. એન્જિન પ્લેટફોર્મ બીએસ-6 નિયમોને અનુરૂપ તૈયાર કરાયું છે.
આ લોન્ચિંગ અંગે વાત કરતાં બોમન ઈરાનીએ જણાવ્યું હતું કે ગુજરાત જેવા વાયબ્રન્ટ રાજ્યમાં ક્લાસિક લિજેન્ડ્સની સૌપ્રથમ જાવા મોટરસાઈકલ ડિલરશિપનું ઉદ્ઘાટન કરતાં મને ગર્વ થાય છે. જાવા મોટરસાઈકલ્સ ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે અને ગયા નવેમ્બરમાં અમે જાવાને પુનઃ ભારતમાં લાવ્યા ત્યારે મારા અને સંપૂર્ણ ઈરાની પરિવાર માટે આ ઐતિહાસિક ક્ષણ હતી. દેશમાં મોટરસાઈકલ ચાહકો સમક્ષ આ ક્લાસિક ઓફર રજૂ કરતાં અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. એક સમયે તે રસ્તા પર એકદમ સરળ, મજબૂત અને વિશ્વસનીય મોટરસાઈકલ હતી, જે ક્યારેય નિષ્ફળ નહોતી જતી. જાવા બ્રાન્ડના સંરક્ષક તરીકે અમે ટીમમાં અસલ જાવાની ભાવના ઊભી કરવાનો પ્રયાસ કરીશું, જેથી જાવાનો પ્રત્યેક ડીલર ભાવી પેઢીના ચાલકોને ક્લાસિક મોટરસાઈકલ્સ જે રીતે વેચવામાં આવે છે તેમાં પરિવર્તન લાવી શકે.
વધુમાં તેમણે જણાવ્યું કે અમે બ્રાન્ડ અને વેચાણ ક્ષમતાના સંદર્ભમાં ગ્રાહકોને શ્રેષ્ઠ અનુભવ પૂરો પાડવા માટે કામ કરી રહ્યા છીએ. માર્ચ મહિનાથી ડિલિવરી માટે અમે નેટવર્કનું વિસ્તરણ કરી રહ્યા છીએ ત્યારે હું દરેકને મોટરસાઈકલની ટેસ્ટ રાઈડ લેવા અને અમે બનાવેલી અધુનિક ક્લાસિકની અનુભૂતિ કરવા માટે અમારા ડીલર્સની મુલાકાત લેવા આમંત્રણ આપું છું.’
જાવા અને જાવા ફોર્ટી ટુની કિંમત અનુક્રમે રૂ. 1,65,000/– અને રૂ. 1,56,000/– (એક્સ શોરૂમ, અમદાવાદ) છે. ડ્યુઅલ ચેનલ એબીએસ આવૃત્તિની કિંમત અનુક્રમે રૂ. 1,73,942/– અને રૂ. 1,64,942/– છે. શોરૂમમાં બૂકિંગ શરૂ થઈ ગયું છે.