કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ (સીબીએસઈ)એ આજે પરીક્ષા પરિણામોની જાહેરાત કરી છે. ૯૯.૬૦ પાસ ટકાની સાથે તિરુવનંતપુરમ રીજન તમામ રીજન્સમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. બીજા સ્થાન પર ૯૭.૩૭ ટકા સાથે ચેન્નઇ, જ્યારે ૯૧.૮૬ પાસ ટકાવારી સાથે અજમેર ત્રીજા સ્થાન પર રહ્યું.
કુલ ૧૬,૨૪,૬૮૨ વિદ્યાર્થી પરીક્ષા આપી હતી, જેમાં ૧૪,૦૮,૫૯૪ વિદ્યાર્થીઓ પરીક્ષામાં સફળ રહ્યા. આ વર્ષે કુલ પાસ ટકાવારી ૮૬.૭૦ છે. ૪૯૯ માર્કસ સાથે વિદ્યાર્થીઓએ ટોપ કર્યું છે.
જેમાં ડીપીએસ ગુરુગ્રામના વિદ્યાર્થી પ્રખર મિત્તલ, બિજનોરની આર.પી. પબ્લિક સ્કૂલની વિદ્યાર્થીની રિમઝિમ અગ્રવાલ, શામલીની સ્કોટિશ ઇંટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીની નંદની ગર્ગ અને કોચ્ચિની ભવંસ વિદ્યાલયની વિદ્યાર્થીની શ્રી લક્ષ્મી જી સહિત તમામ વિદ્યાર્થીઓ એક સરખા ૪૯૯ માર્ક મેળવી ટોપ કર્યું હતુ.
છોકરાઓની કુલ પાસ ટકાવારી ૮૫.૩૨ છે, જ્યારે છોકરીઓની પાસ ટકાવારી ૮૮.૬૭ છે, જે છોકરાઓથી ૩.૩૫ ટકા વધુ છે. ૧,૩૧,૪૯૩ વિદ્યાર્થીઓએ ૯૦ ટકાથી વધુ માર્કસ મેળવ્યા છે, જ્યારે ૨૭,૪૭૬ વિદ્યાર્થઈઓએ ૯૫ ટકાથી વધુ માર્ક મેળવ્યા છે. સીબીએસઈએ આ વર્ષે દસમાં ધોરણની પરીક્ષા ૫ માર્ચ, ૨૦૧૮ થી ૪ એપ્રિલ, ૨૦૧૮ સુધી આયોજીત કરી હતી.