જેએનયુમાં વિદ્યાર્થીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે મારામારી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

જવાહરલાલ નહેરૂ યૂનિવર્સિટીમાં ફરી એકવાર બબાલ થઇ છે. આ બબાલ ફેલોશિપ રિલીઝ ન કરવાના કારણે થઇ, જેમાં ABVP એ ફાઇનાન્સ અધિકારીનો ઘેરાવો કર્યો છે. ત્યારબાદ ગાર્ડ્‌સની સાથે મારઝૂટ અને ધક્કા મુક્કી થઇ. આ ઘેરાવાના લીધે વિદ્યાર્થીઓએ એ પણ જાહેરાત કરી હતી તે ત્યાં સુધી બહાર નહી નિકળે જ્યાં સુધી આ મામલે કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. વિદ્યાર્થીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે ધક્કામુક્કી, હાથાપાઇ અને મારઝૂડમાં ઘણા વિદ્યાર્થીઓને ઇજા પણ પહોંચી છે. આ મારઝૂટમાં એક દિવ્યાંગ વિદ્યાર્થી પણ ઘાયલ થયો છે.

સમાચાર છે કે તેને મારવામાં આવ્યો. સાથે જ ઘણા સિક્યોરિટી ગાર્ડને પણ ઇજા પહોંચી છે. આ તોડફોડની લીધે આખી ઓફિસને અસ્ત-વ્યસ્ત કરી દેવામાં આવી. તમને જણાવી દઇએ કે ફાઇનાન્સ અધિકારીની ઓફિસમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી પહોંચ્યા હતા અને ઓફિસનો ગેટ ત્યાં સુધી ન ખોલવા માટે કહ્યું જ્યાં સુધી તેમની ફેલોશિપ રિલીઝ કરવામાં આવતી નથી. વિદ્યાર્થીઓએ આ દરમિયાન એ પણ કહ્યું કે તે ઓફિસમાં બેસીને જ પોતાની માંગને ઉઠાવશે. જેએનયૂ વહિવટીતંત્રના નકારાત્મક વલણ વિરૂદ્ધ સ્ટૂડન્ટ્‌સ ગત ૧૨ ઓગસ્ટથી અનિશ્વિતકાલીન સત્યાગ્રહ આંદોલન કરી રહ્યા છે. ગત ૧૮ ઓગસ્ટના રોજ પણ વિદ્યાર્થીઓને રેક્ટર એકે દુબેનો ઘેરાવ કર્યો હતો અને તેમની ગાડીની સામે ઉભા રહીને નારેબાજી કરી હતી. આ પ્રદર્શન અને મારામારી વચ્ચે એબીવીપી જેએનયૂ એકમના અધ્યક્ષ રોહિત કુમારનો આરોપ છે કે સ્કોલરશિપની લીગલ ઇન્કવાયરી માટે સવારે ૧૧ વાગે સ્કોલરશિપ સેક્શનમાં આવ્યા હતા. અહીંયા સવારે પાંચ વિદ્યાર્થી આવ્યા હતા, પરંતુ સ્ટાફ અહીં ટાઇમસર આવવાના બદલે વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તણૂંક કરે છે.

ગત ૬ મહિનાથી સ્કોલરશિપ આવી છે પરંતુ વિદ્યાર્થીઓને આપવામાં આવતી નથી. સાથે જ એ પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે jnu માં ૨૦૧૯ ની સ્કોલરશિપના ફોર્મ ઉપલબ્ધ છે, પરંતુ જે વિદ્યાર્થી પાસ આઉટ થઇ ગયા છે તેમને પણ સ્કોલરશિપ આપવામાં આવી નથી.  વિદ્યાર્થીઓની માંગ છે કે જ્યાં સુધી રજિસ્ટ્રાર તેમને મળવા નહી આવે ત્યાં સુધી વિદ્યાર્થી ઓફિસમાંથી ઉઠશે નહી. તમને જણાવી દઇએ કે ફેલોશિપ ફાઇનાન્સ સેક્શન રજિસ્ટ્રારના અંતગર્ત આવે છે.

Share This Article