નાગરિક કાનુન : અમેરિકા દ્વારા હવે ટ્રાવેલ એલર્ટ જારી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નાગરિક કાનનની સામે દેશના કેટલાક ભાગો અને ખાસ કરીને પૂર્વોતરના રાજ્યોમાં જારી હિંસા વચ્ચે અમેરિકાએ તેના નાગરિકો માટે ટ્રાવેલ્સ એલર્ટની જાહેરાત કરી છે. સાથે સાથે પૂર્વોતરના રાજ્યોની યાત્રાને ટાળવા માટે સુચના આપી છે. અમેરિકી દુતાવાસે કહ્યુ છે કે પૂર્વોતરના રાજ્યો ખાસ કરીને આસામ અને મેઘાલય તેમજ ત્રિપુરામાં નાગરિક સુધારા બિલને લઇને દેખાવ, હિંસા અને પ્રદર્શન જારી છે. જેથી બિનજરૂરી રીતે આ રાજ્યોની મુલાકાતને ટાળવા માટની સલાહ પોતાના નાગરિકોને આપી છે. અમેરિકી દુતાવાસ દ્વારા ટ્રાવેલ્સ એલર્ટ એડવાઇઝરી જારી કરીને આ સલાહ આપી છે. અમેરિકી દુતાવાસનુ કહેવુ છે કે પૂર્વોતરના રાજ્યોમા હાલમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા અને અન્ય જરૂરી સેવા ખોરવાયેલીછે. કેટલાક ભાગોમાં સંચારબંધી લાગુ કરવામાં આવેલી છે. આવી સ્થિતીમાં તકલીફ પડી શકે છે.

અમેરિકી દુતાવાસે લખ્યુ છે કે પૂર્વોતરના રાજ્યોમાં ગયેલા અને જવા માટે ઇચ્છુક બનેલા લોકોને સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે આસામ, મેઘાલય, ત્રિપુરા અને બંગાળમાં જોરદાર દેખાવ થઇ રહ્યા છે. હિંસા સંબંધિત મિડિયા રિપોર્ટના આધાર પર સાવધાની રાખવામાં આવે તે જરૂરી છે. દુતાવાસ તરફથી જારી કરવામાં આવેલી યાદીમાં કહેવામાં આવ્યુ છે કે દેશના અન્ય હિસ્સામાં વિરોધ પ્રદર્શન જારી છે. અમેરિકી સરકાર આવી સ્થિતીમાં પોતાના નાગરિકોને સાવધાન રહેવા માટે સલાહ આપે છે. અત્રે નોંધનીય છે કે નાગરિક સુધારા બિલને સંસદમાં પાસ કરવામાં આવ્યાબાદ દેશના કેટલાક ભાગોમાં વ્યાપક હિંસા જારી છે. બિલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ પણ મંજુરી આપી ચુકયા છે. બિલ પર તેમના હસ્તાક્ષર થયા બાદ બિલ કાનુનમા ફેરવાઇ ગયુ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાની વડાપ્રધાન શિન્જા આબે વચ્ચેની શિખર બેઠક મોકૂફ કરી દેવામાં આવી છે. આ બેઠક ૧૫મી ડિસેમ્બરથી ૧૭મી ડિસેમ્બર વચ્ચે ગુવાહાટીમાં મળનાર હતી. આસામના પાટનગરને હચમચાવી મુકનાર વ્યાપક વિરોધ પ્રદર્શનના અનુસંધાનમાં આ યાત્રા મોકૂફ કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે માહિતી આપતા કહ્યું હતું કે, ભારત અને જાપાને પારસ્પરિકરીતે વાતચીત કર્યા બાદ યાત્રાને હાલ પુરતી મોકૂફ કરવાનો નિર્ણય કર્યો છે. જાપાની વડાપ્રધાન ભારત પહોંચી રહ્યા હતા. આ શિખર બેઠક હવે આગામી વર્ષે યોજાશે જેની તારીખ ટૂંક સમયમાં જ નક્કી કરવામાં આવશે.

Share This Article