શિક્ષક દિવસ દરેક પેઢીને આકારબદ્ધ કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને શિક્ષકોના અથાક પ્રયાસો માટે તેમની સરાહના કરવાનું જરૂરી છે. શિક્ષક દિવસના આ વિશેષ અવસરે ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ અને દુનિયામાં બીજા સૌથી વિશાળ મુવી થિયેટર સરકિટ સિનેપોલિસ દ્વારા શિક્ષકો માટે બહુપ્રતિક્ષિત એકશન ફિલ્મ સાહોનું વિશેષ મુવી સ્ક્રીનિંગ રખાયું હતું.
આ અવસરે બોલતાં સિનેપોલિસ ઈન્ડિયાના ડેપ્યુટી સીઈઓ દેવાંગ સંપટે જણાવ્યું હતું કે શિક્ષકો હંમેશાં સ્કૂલમાં તેમના વિદ્યાર્થીઓની સંભાળ રાખે છે અને તેમની જવાબદારીઓનું પાલન કરે છે.
સિનેપોલિસ શિક્ષકોને ભરપૂર મોજ અને મનોરંજન સાથે મનોરંજક બપોર ભેટમાં આપીને તેમનું સન્માન કરવા માગતી હતી. એકશન થ્રિલર સાહોના સ્ક્રીનિંગ થકી અમે સિનેમા ઓફર કરી શકે તે શ્રેષ્ઠતમ એકશન, થ્રિલ અને રોમાન્સના સંપૂર્ણ પેકેજ સાથે તેમને માટે શિક્ષક દિવસ અવિસ્મરણીય બનાવવા માગતી હતી.
ઘણી બધી સ્કૂલોના શિક્ષકોનું રેડ- કાર્પેટ સાથે સિનેપોલિસ થિયેટરમાં સ્વાગત કરવામાં આવ્યું હતું, જેને લઈ આ અવિસ્મરણીય અનુભવ બની રહ્યો હતો. સ્ક્રીનિંગ સાથે મોજમસ્તીભરી પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું, જેમાં ખાસ તૈયાર કરાયેલા ફોટો- બૂથનો પણ સમાવેશ થતો હતો. બધા શિક્ષકોને ઈવેન્ટનો પ્રિન્ટેડ ફોટોગ્રાફ મોમેન્ટો તરીકે ભેટમાં આપવામાં આવ્યો હતો.