કોરિયોગ્રાફર બોસ્કો ઝી ટીવીના ડાન્સ ઇન્ડિયા ડાન્સઃ બેટ્ટલ ઓફ ધ ચેમ્પિયન્સને જજ કરશે

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

ઝી ટીવી, ભારતના સામાન્ય લોકોને તેની પ્રતિભા દર્શાવવા તથા જેઓ લાયક છે, તેમના માટે તકનું વિશ્વ ખોલવા માટે હંમેશા આગળ રહ્યું છે. ડાન્સને તેનું યોગ્ય આદર સૌપ્રથમ વખત આપનાર ડાન્સ ઇન્ડિયા ડાન્સએ ભારતના ડાન્સમાં એક ચળવળકર્તા બની રહ્યો છે, જેને લાખો લોકોને કારકીર્દીની પ્રાથમિક્તા આપી છે. સૌથી મોટા ડાન્સના મહાનુભાવો, જેમને ઉદ્યોગની ટોપ લીગને કોરિયોગ્રાફ કરી છે, રિયાલિટી શોના જજ છે, પર્ફોર્મર પણ છે, તેઓ બધા જ ડીઆઇડીમાંથી આગળ આવ્યા છે, પછી ભલે તે, ધર્મેશ, શક્તિ મોહન, પુનિત જે પાઠક, સલમાન યુસુફ, રાઘવ જુયાલ, પ્રિન્સ કે પછી અંતિમ સિઝનના વિજેતા સંકેત ગાઓન્કર હોય, તેમના દરેકે પોતાનું એક સ્થાન બનાવી અને મનોરંજનની દુનિયામાં કાયમ માટે નામ લખાવી દીધું છે.

હવે, ૧૦ વર્ષ બાદ ડાન્સ સેન્શેશન્સની સાથે તે દેશને વળતર આપવા માટે પાછું આવી રહ્યું છે, ડાન્સ ઇન્ડિયા ડાન્સ તૈયાર છે, તેની નવી અને પહેલા ક્યારેય નહીં જોવા મળેલી સિઝનની સાથે એક નવા ફોર્મેટ- ડાન્સ ઇન્ડિયા ડાન્સઃ બેટ્ટલ ઓફ ધ ચેમ્પિયન્સની સાથે. આ વર્ષે, શોમાં એખ અદ્દભુત, અત્યંત હરિફાઈયુક્ત ફોર્મેટ રજૂ કરવામાં આવશે, જ્યાં સ્પર્ધકોને ૪ ઝોનની ટીમમાં વિભાજીત કરવામાં આવ્યા હશે, અને તેમને એકબીજાની સાથે સાપ્તાહિક ધોરણે ડાન્સ ઓફ કરવું પડશે. આ ડાન્સના પ્રવાસમાં દેશના અત્યંત સુંદર ડાન્સરની સાથોસાથ બોલિવૂડના જાણિતા કોરિયોગ્રાફર બોસ્કો, રિયાલિટી ટેલિવિઝન ખાતે ૩ વર્ષ બાદ પરત આવી રહ્યા છે.

બોસ્કોએ લગભગ ૩૦૦ ગીત અને ૭૫ ફિલ્મોમાં હૃતિક રોશન, શાહરૂખ ખાન, દીપિકા પદુકોણે વગેરે જેવા નામાંકિત સિતારાઓની સાથે કામ કર્યું છે. વધુમાં બોસ્કોએ ૨૦૧૧ (૫૯મો) રાષ્ટ્રિય ફિલ્મ એવોર્ડ તેના ‘જિંદગી ના મિલેંગી દોબારા’ના “સેનોરિટા” ગીત માટે, ‘જિંદગી ના મિલેંગી દોબારા’ના “સેનોરિટા” ગીત માટે ૫૭મો ફિલ્મફેર એવોર્ડ, લવ આજ કાલના “ચોર બાઝારી” ગીત માટે ૫૬મો ફિલ્મફેર એવોર્ડ, એક મેં ઔર એક તુના “આંટીજી” ગીત માટે ૫૮મો ફિલ્મફેર  સાથોસાથ ૨૦૧૨ અને ૨૦૧૦માં અનુક્રમે “સેનોરિટા” અને “ચોર બાઝારી” માટે આઇફા એવોર્ડ મેળવ્યો છે.

તેના જજ તરીકેના નવા રોલ અંગે જણાવતા બોસ્કો કહે છે, “ટેલિવિઝન પર ૩ વર્ષ પછી પરત આવતા અત્યંત સારું લાગે છે, ડાન્સ ઇન્ડિયા ડાન્સએ ઉભરતા ડાન્સર્સ માટે એક ખૂબ જ સારું પ્લેટફોર્મ છે, જે તેમના સપનાને જુસ્સાથી પુરું પાડવા તથા તેમને હકિકતમાં ફેરવવા માટે પ્રોત્સાહિત કરે છે. હું આ શોને સતત અનુસરતો હતો અને મને ગર્વ છે કે, આ સિઝનમાં મને જજ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. આ શોના ફોરમેટમાં ઘણા રોમાંચક બદલાવ કરવામાં આવ્યા છે, કારણકે, શોમાં દર વર્ષે કંઈક નવું લાવવામાં આવે છે. હું આ સિઝનને જજ કરવા માટે તથા આપણા દેશના કેટલાક આશ્ચર્યજનક ડાન્સિંગ પ્રતિભાના સંપર્કમાં આવવા માટે અત્યંત ઉત્સાહિત છું.”

ડાન્સ ફ્રેટર્નિટીમાં અત્યાર સુધીમાં જોવામાં આવેલી સૌથી મોટી બાબત એ છે કે, આ સિઝનના વિજેતાને બોસ્કો પોતાની આગામી મૂવીમાં તેની સાથે કામ કરવાની સોનેરી તક આપશે.

Share This Article