ટુંકા ગાળામાં બે ફિલ્મ રજૂ થતા ચિત્રાંગદા ચર્ચામાં છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : પોતાની પ્રથમ ફિલ્મ હજારો ખ્વાઇશ એસી મારફતે બોલિવુડમાં પ્રવેશ કરનાર અને આઇટમ ગર્લ તરીકે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક લોકપ્રિય ગીતમાં નજરે પડી ચુકેલી ચિત્રાંગદા હવે ટુંકા ગાળામાં જ જુલાઇ મહિનામાં બે ફિલ્મ રજૂ કરવામાં આવ્યા બાદ ભારે ખુશ છે. તેની બે ફિલ્મ સુરમા અને સાહેબ બીબી ઓર ગેંગસ્ટર્સ હવે રજૂ કરવામાં આવી છે.

આની સાથે જ ચિત્રાંગદા ફરી એકવાર ચર્ચામાં આવી ગઇ છે. હવે તેની ત્રીજી ફિલ્મ બજાર પણ રજૂ થનાર છે. સેફ અલી ખાન અને રાધિકા આપ્ટે અભિનિત આ ફિલ્મમાં તે ખાસ ભૂમિકા અદા કરી રહી છે. જે ક્રાઇમ આધારિત ફિલ્મ છે. ફિલ્મ ડિસેમ્બરમાં રજૂ કરવામાં આવનાર છે.  ચિત્રાંગદા થોડાક સમય સુધી ફિલ્મોથી દુર હતી પરંતુ હવે પર્સનલ મુશ્કેલીમાંથી બહાર નિકળીને ફરી સંપૂર્ણ પણે સક્રિય થઇ ગઇ છે. તેનુ કહેવુ છે કે તે પોતાની લાઇફમાં જે કરઇ પણ નિર્ણય કર્યા છે તેના કારણે સંપૂર્ણ સંતુષ્ટ છે. કોઇ પણ દુખ નથી. તેનુ કહેવુ છે કે તે ફિલ્મોની સાથે સાથે ટીવી અને ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં પણ હાથ અજમાવી રહી છે. તેનુ કહેવુ છે કે હવે તેની પ્રાથમિકતા બદલાઇ રહી છે. ચિત્રાંગદા હવે ચારેબાજુ કમબેક કરી રહી છે. ફિલ્મોમાં કામ કરી રહી છે. ટીવી પર નજરે પડી રહી છે. ફિલ્મ નિર્માણમાં પણ હાથ અજમાવી રહી છે. ફિલ્મ નિર્માણ કરવા માટે તે ઇચ્છુક છે.

એક અભિનેત્રી, નિર્માત્રી અને સિગલ મધર તરીકે તે ભૂમિકા અદા કરી રહી છે. તેનુ કહેવુ છે કે જ્યારે તે બ્રેક પર હતી ત્યારે તેની ઓળખ હોકી ખેલાડી સંદીપ સિંહ સાથે થઇ હતી. વર્લ્ડ કપ પહેલા તે મોટી દુર્ઘટનાનો શિકાર થયો હતો અને છતાં તે ટીમમાં સ્થાન મેળવી લેવામાં સફળ રહ્યો હતો ત્યારે તે પ્રભાવિત થઇ હતી. તેનુ કહેવુ છે કે સંદીપ સિંહ જેવા લોકો ખરેખર હિરો છે. તેમની પટકથા લોકો નિહાળે તે જરૂરી છે. તેનુ કહેવુ છે કે નિર્માણના ક્ષેત્રે તે એકલી નથી.

Share This Article