ચિરિપાલ મિર્ચી ગ્રીન યોદ્ધા 2024 વૃક્ષારોપણ અભિયાન જબરજસ્ત ભાગીદારી અને ઉત્સાહ સાથે પૂર્ણ થયું. અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન તથા ચિરિપાલ ગ્રુપના રોનક ચિરીપાલની ઉપસ્થિતિ એ આ કાર્યક્રમને શોભાવ્યો હતો. આ પહેલને ઇ-કોલી વેસ્ટ મેનેજમેન્ટ, સાફલ્ય ગ્રુપ અને એચપીસીએલ તરફથી જબરદસ્ત ટેકો મળ્યો.
આ ડ્રાઈવમાં વિદ્યાર્થીઓ અને સમુદાયના સભ્યોની ઉત્સાહપૂર્વક ભાગીદારી જોવા મળી હતી, જેઓ એકસાથે વૃક્ષો વાવવા અને હરિયાળા ભવિષ્યમાં યોગદાન આપવા આવ્યા હતા. ઈવેન્ટ દરમિયાન, તમામ ઉપસ્થિતોએ વૃક્ષારોપણ અને પર્યાવરણીય ટકાઉપણુંને પ્રાથમિકતા આપવાની પ્રતિજ્ઞા લીધી. આ સામૂહિક પ્રયાસ પર્યાવરણીય સંરક્ષણ માટે સમુદાયની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે અને હરિયાળા અમદાવાદ તરફ એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે. આ ઇકોલી વેસ્ટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, સાફલ્ય ગ્રુપ, હ્યુન્ડાઇ મોટર્સ અને એચપીસીએલ દ્વારા સમર્થિત પહેલ હતી.