શાહજહાપુર : ભૂતપૂર્વ કેન્દ્રિય ગૃહ રાજ્યપ્રધાન સ્વામી ચિન્મયાનંદ પર જે યુવતિના અપહરણના આરોપો કરવામાં આવ્યા છે તે યુવતિની આખરે ભાળ મળી ગઇ છે. તે યુવતિ દિલ્હીમાં કોઇ જગ્યાએ દેખાઇ હોવાનો દાવો પોલીસ દ્વારા કરવામાં આવ્યા બાદ આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. બરેલી ઝોનના અપર પોલીસ મહાનિર્દેશક અવિનાશ ચન્દ્રે આ અંગેની માહિતી આપતા કહેવામા આવ્યુ છે કે સ્વામી પર જે યુવતિના અપહરણનો આરોપ મુકવામાં આવ્યો છે તે ૨૩મી ઓગષ્ટના દિવસે દિલ્હીના દ્ધારકામા સ્થિત એક હોટેલમાં હોવાની માહિતી મળી છે.
જો કે પોલીસ ત્યાં પહોંચી તે પહેલા જ યુવતિ ત્યાંથી ફરાર થઇ ગઇ હતી. પ્રાપ્ત માહિતી મુજબ યુવતિની સાથે એક યુવક પણ સીસીટીવીમાં તેની સાથે નજરે પડે છે. આ સમગ્ર મામલામાં નજર રાખવામાં આવી રહી છે. ટુંક સમયમાં જ તેના સંબંધમાં માહિતી મેળવી લેવામાં આવનાર છે. દરમિયાન મંગળવારના દિવસે ચિન્મયાનંદને લઇને એક વિડિયો સપાટી પર આવ્યા બાદ આને લઇને ચર્ચા જોવા મળી રહી છે. બીજી બાજુ એવુ પણ જાણવા મળ્યુ છે કે યુવતિ હાલમાં હરિદ્ધારમાં પહોંચી ચુકી છે.
યુવતિના લોકેશન અને સીસીટીવી ફુટેજના આધાર પર પુરવાર થયુ છે કે યુવતિની સાથે એક યુવક પણ છે. ચિન્મયાનંદની સામે અપહરણ અને જાનથી મારી નાંખવાની ધમકી મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે.યુવતિના લોકેશનના આધાર પર તપાસ કરવામાં આવી રહી છે. જેના આધાર પર હવે તેની સામે તપાસ ચાલી રહી છે. કોઇ પણ સમય તેને પોલીસ પકડી લેશે અને પરિવારને સોંપી દેવામાં આવનાર છે. ભાજપના નેતા પર આક્ષેપ બાદ કોંગ્રેસ દ્વારા તેમની સામે પ્રહારો કરવામાં આવી રહ્યા છે.