ચીની સૈનિકો ફરી ભારતીય સરહદમાં ઘુસ્યા : તંગદિલી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : ભારત અને ચીન વચ્ચે ફરી એકવાર જારદાર વિવાદ થઇ ગયો છે. આના કારણે દહેશત પણ વધી ગઈ છે. ચીનના સૈનિકોએ ફરી એકવાર અરુણાચલ પ્રદેશમાં ભારતીય સરહદમાં ઘુસીને સરહદનો ભંગ કર્યો હતો. ચીનની પીપલ્સ લિબ્રેશન આર્મીના કેટલાક જવાનો સરહદ પાર કરીને ભારતીય વિસ્તારમાં ઘુસી ગયા હતા. જા કે, મોડેથી ભારતીય સૈનિકોએ વાંધો ઉઠાવ્યા બાદ પરત પણ જતાં રહ્યા હતા. આ મામલો વાસ્તવિક અંકુશરેખા (એલએસી) ઉપર બન્યો હતો. ૧૦ દિવસ પહેલા જ ચીનની સેના ભારતીય સરહદમાં ઘુસી ગઈ હતી. ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને કહ્યું હતું કે, તે ભારતીય સરહદમાં આવી ગયા છે. ચીની સૈનિકો ભારતીય જવાનોના વિરોધ બાદ પરત ફર્યા હતા.

ગયા વર્ષે ડોકલામ વિવાદ બાદ ચીન સાથે ભારતે સંબંધોમાં સુધારો કરવા માટે અનેક પ્રયાસો કર્યા છે. બીજી બાજુ ફરી એકવાર ઘુસણખોરીના પરિણામ સ્વરુપે તંગદિલી વધી ગઈ છે. બંને દેશોની સેનાઓ પ્રોટોકોલ હેઠળ આ મામલાનો ઉકેલ લાવી રહી છે. ઓગસ્ટ મહિનામાં પણ ચીનની સેનાએ ઉત્તરાખંડમાં ઘુસણખોરી કરી હતી. એ વખતે ચીની સૈનિકોએ ઘુસણખોરી સાથે સંબંધિત રિપોર્ટ આઈટીબીટીને આપ્યો હતો.

સાથે સાથે ઉચ્ચ અધિકારીઓને પણ અહેવાલ મોકલવામાં આવ્યો હતો. ચીની સૈનિક ચાર કિલોમીટર સુધી આઈટીબીટીની અગ્રિમ ચોકી સુધી આવ્યા હતા. ભારત તરફથી આઈટીબીટીના જવાનોએ ચીની સૈનિકોને ખદેડી મુક્યા હતા. ઓગસ્ટ મહિનામાં ચીનના સૈનિકો ત્રણ વખત ભારતીય ક્ષેત્રમાં ઘુસી ગયા હતા. જેના ભાગરુપે ત્રીજી, ૧૩મી અને ૧૫મી ઓગસ્ટના દિવસે ભારતીય સરહદમાં ચીની સૈનિકો ઘુસી ગયા હતા. વારંવાર સરહદ ઉપર તંગદિલીના બનાવો બની રહ્યા છે. ચીની સૈનિકો દ્વારા દુસાહસ કરીને ભારતીય સરહદમાં ઘુસવાના પ્રયાસથી સરકાર પણ Âસ્થતિ પર નજર રાખી રહી છે.

 

Share This Article