નવી દિલ્હીઃ ૪૦૫૭ કિલોમીટરની વાસ્તવિક અંકુશ રેખાની અંદર જુદા જુદા વિસ્તારમાં ચીની સૈનિકોની ઘુસણખોરીના પ્રયાસ ચાલુ રહ્યા છે. હવે ચીન સૈનિકોએ ફરી એકવાર દુસાહસ કરીને પૂર્વીય લદાખના ડેમચોક વિસ્તારમાં ઘુસણખોરી કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ચીની સૈનિકોએ હાલમાં ઘુસણખોરી કરને પાંચ ટેન્ટ પણ લગાવી લીધા હતા. સુરક્ષા સુત્રોએ હાલમાં કહ્યું હતુ કે બંને દેશોની સેનાના અધિકારીઓ વચ્ચે બેઠક થયા બાદ ચીની સૈનિકોએ તેમના ટેન્ટ દુર કરી લીધા હતા. ચેરડોંગ-નેરલોગ નલ્લા વિસ્તારમાં તેમના ટેન્ટ દુર કરી દેવામાં આવ્યા છે, પરંતુ બાકીના બે ટેન્ટ હજુ યથાવત રાખવામાં આવ્યા છે. સેનાનો સંપર્ક કરવામાં આવ્યા બાદ સેનાએ કોઇ માહિતી આપવાનો ઇન્કાર કર્યો હતો.
અત્રે નોંધનીય છે કે એક વર્ષ અગાઉ ડોકલામમાં પણ આવી સ્થિતી સર્જાઇ હતી. મહિનાઓ સુધી ભારત અને ચીની સૈનિકો આમને સામને રહ્યા હતા. આ સમગ્ર મામલે ભારત અને ચીની સૈનિકો સામ સામે રહ્યા છે.