ચીનનું વર્ષ ૨૦૧૬માં નિયંત્રણ ગુમાવી ચુકેલું સ્પેસ સ્ટેશન એક સપ્તાહમાં ગમે ત્યારે તૂટી પડે તેવી વૈજ્ઞાનિકોએ ચેતવણી ઉચ્ચારી છે. તિયાનગોન્ગ -૧ નામનું આ સ્પેસ સ્ટેશન છેલ્લા બે વર્ષથી બેકાબું રીતે ભ્રમણ કરી રહયું છે.
પ્રાપ્ત માહિતી મુજબ તે ૬ કિમી જેટલું પૃથ્વીની નજીક આવી રહયું છે. ઓકટોબર ૨૦૧૭માં તેની પૃથ્વી તરફ આવવાની ગતિ ૧.૫ કિમી હતી જે વધીને ૪ ગણી થઇ છે. ૨૦૧૧માં ચીને લોન્ચ કરેલા સાડા આઠ ટન ધરાવતા આ સ્પેસ સ્ટેશનમાં રહેલા ખતરનાક કેમિકલ પણ છે આ સ્ટેશન પૃથ્વીના કોઇ પણ સ્થળે પડી શકે છે પરંતુ નિષ્ણાતોની ગણતરી મુજબ ૪૩ ડિગ્રી ઉત્તરી અક્ષાંશ પર આવતા સ્થળો પર પડવાની શકયતા વધી જાય છે.
આ ઉપરાંત ન્યૂયોર્ક, બોર્સલોના, શિકાગો, ઇસ્તાંબૂલ અને ટોરેન્ટા જેવા સ્થળોનો પણ સમાવેશ થાય છે. જો કે આ સ્પેસ સ્ટેશનનો મોટો ૬૦ થી ૭૦ ટકા ભાગ પૃથ્વીના વાતાવરણના ઘર્ષણબળના કારણે બળીને ખાખ થઇ જશે. તેમ છતાં ૧૦ થી માંડીને ૩૦ ટકા જેટલો ભાગ પૃથ્વી પર પડે તેવી શકયતા પણ છે.