ચીનના ગ્લોબલ ટાઈમ્સે ભારતના ખૂબ વખાણ કર્યા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ચીનના ગ્લોબલ ટાઈમ્સે ભારતના ખૂબ વખાણ કર્યા છે. એક લેખમાં તેમણે ભારતની તાકાતનો પણ સ્વીકાર કર્યો છે અને પીએમ મોદીના નેતૃત્વની પણ વ્યાપક પ્રશંસા કરી છે. લેખમાં ભાર મૂકવામાં આવ્યો છે કે ભારત હવે વ્યૂહાત્મક રીતે વધુ આત્મવિશ્વાસ ધરાવતું દેખાય છે અને વિકાસ તરફ વધુ સક્રિય બન્યું છે. ગ્લોબલ ટાઈમ્સના લેખમાં લખવામાં આવ્યું છે કે, ભારત તેની નિકાસ પર વધુ ભાર આપી રહ્યું છે. ભારતનું વર્ણન વધુ ઉભરી રહ્યું છે અને તેઓ વધુ આત્મવિશ્વાસ અનુભવી રહ્યા છે. લેખમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભારત હવે ગુલામીની માનસિકતામાંથી દરેક કિંમતે મુક્ત થવા માંગે છે. રાજકીય રીતે હોય કે સાંસ્કૃતિક રીતે ભારત સમગ્ર વિશ્વ માટે માર્ગદર્શક બનવા માંગે છે.. અત્રે ઉલ્લેખનીય છે કે આ લેખ ફુડાન યુનિવર્સિટીના સેન્ટર ફોર સાઉથ એશિયન સ્ટડીઝના ડાયરેક્ટર ઝાંગ જિયાડોંગ દ્વારા ગ્લોબલ ટાઈમ્સમાં લખવામાં આવ્યો છે. હવે, જાે કે ભારતની વધતી શક્તિના અનેક અવસરે વખાણ કરવામાં આવ્યા છે, પરંતુ ચીન તરફથી આ પ્રથમવાર થઈ રહ્યું છે તે આશ્ચર્યજનક છે. ચીન સાથે ભારતના સંબંધો છેલ્લા કેટલાક સમયથી વણસેલા છે, સ્થિતિ એવી છે કે સરહદ પર તણાવ વધી રહ્યો છે. આ દરમિયાન ચીન સરકારનું સૌથી મોટું મુખપત્ર ગણાતા ગ્લોબલ ટાઈમ્સ જાે પીએમ મોદીના વખાણ કરે છે તો સમગ્ર વિશ્વ માટે તેનો અર્થ વધી જાય છે. જાે કે, આ પ્રશંસા એવા સમયે કરવામાં આવી છે, જ્યારે ચીન સમગ્ર વિશ્વના નિશાને છે.. વાસ્તવમાં એવી અટકળો છે કે ચીન કશીક નવાજૂની દ્વારા ખતરનાક કરવાની તૈયારી કરી રહ્યું છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીનમાં લોપ નૂર નામની એક જગ્યા છે જ્યાં ૧૯૬૪માં પહેલું પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. હવે એવો દાવો કરવામાં આવ્યો છે કે તે વિસ્તારમાં ફરી કેટલીક એવી ગતિવિધિઓ જાેવા મળી છે જેના કારણે આશંકા ઉભી થવા લાગી છે કે શી જિનપિંગ કોઈ મોટી વ્યૂહરચના પર કામ કરી રહ્યા છે. જે તસવીરો સામે આવી છે તેમાં ઘણી જગ્યાએ વર્ટિકલ ડ્રિલિંગ જાેવા મળ્યું હતું, એટલે કે ઊંડા ખાડાઓ છે. માહિતી મળી રહી છે કે ચીન ગુપ્ત રીતે નવા પ્રકારના પરમાણુ હથિયારો તૈયાર કરવા માટે આવું કરી રહ્યું છે.

TAGGED:
Share This Article