ચીન પર હાલમાં ભારે પરેશાન છે. ચીન પોતાની સ્થાનિક કમજોર આર્થિક નીતિઓના કારણે પરેશાન છે. ઉપરાંત અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટની નીતિના કારણે ટ્રેડ વોરને લઇને પરેશાન છે. સાથે સાથે અમેરિકાની ચિંતા એ છે કે ચીન હિન્દ પ્રશાંત મહાદ્ધિપ અને તેના આગળના ક્ષેત્રોમાં તાકાત બનીને ઉભરી રહ્યુ છે. આ અમેરિકા માટે પણ એક મોટા પડકારજનક વિષય તરીકે છે. આવી સ્થિતીમાં હોંગકોંગમાં કોમ્યુનિસ્ટ પાર્ટીના વિરોધની શક્તિ પણ તેમને હેરાન કરી શકે છે.
ઝિનપિંગની સામે કેટલાક નવા પડકારો રહેલા છે. તેમની વૈશ્વિક સ્તર પર એક દુવિધાભરેલા નેતા તરીકેની છાપ રહેલી છે. સાથે સાથે ત્રાસવાદના કેન્દ્રો જ્યાં રહેલા છે તે પાકિસ્તાનના પ્રત્યે તેનુ હમેંશા વલણ અયોગ્ય રહ્યુ છે. ખાસ કરીને ત્રાસવાદના મુદ્દા પર ઝિનપિંગે ક્યારેય ખુલીને કોઇ વાત કરી નથી. ઝિનપિંગની મહત્વકાંક્ષી યોજનાઓ પૈકી એક ઓબીઓઆર ખતરામાં દેખાઇ રહી છે. તેના ભાગીદારી દેશો વિકલ્પ તરીકે ઇયુ સહિત અન્ય શક્તિઓની સાથે જોડાઇ જવા માટેની શક્યતા ચકાસી રહ્યા છે.
ચીની પ્રમુખ ઝિનપિંગને વૈશ્વિક મંચ પર એક મજબુત અને શક્તિશાળી નેતા તરીકે ઉભરી આવવા માટે વૈશ્વિક ત્રાસવાદ જેવા સૌથી મોટા પડકારના મુદ્દા પર ભારતની સાથે એક સ્પષ્ટ વલણ સાથે મેદાનમાં આવવા ની જરૂર છે. જો ઝિનપિંગ આવુ વલણ નહીં અપનાવે તો તેમની સમસ્યા પણ અકબંધ રહેશે. તેમની સાથે બુદ્ધિજીવી વર્ગ પ્રશ્નો તો કરશે. ઝિનપિંગ ચોક્કસપણે દુનિયાના શક્તિશાળી નેતાઓમાં સામેલ છે પરંતુ વૈશ્વિક મુદ્દા પર તેમનુ વલણ ક્યારેય ઉભરીને સપાટી પર આવ્યુ નથી.