ભારતના કેટલાક મામલે ચીનનુ વલણ હમેંશા પ્રશ્નો ઉઠાવે તે પ્રકારનુ રહ્યુ છે. સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં અરૂણાચલ પ્રદેશમાં પહોંચ્યા ત્યારે ચીને આની સામે વાંધો ઉઠાવ્યો હતો. ભારતના અખંડ ભાગ તરીકે હોવાની વાત વર્ષોથી ભારતે કરી હોવા છતાં ચીન આને લઇને વાંધો ઉઠાવે છે. જા કે તેના વાંધાની કોઇ નોંધ લેવાતી નથી. હવે ત્રાસવાદી મસુદ અઝહરના મામલે પણ ચીને પાકિસ્તાનનો ફરી સાથ આપ્યો છે. તેને ત્રાસવાદી જાહેર કરવાને લઇને અડચણો ચીને હમેંશા ઉભી કરી છે. જે સાબિતી આપે છે કે ચીન ભારતની સામે ખતરનાક છે. તેનુ વલણ સારા અને વિશ્વસનીય પડોશી જેવુ રહ્યુ નથી. હાલમાં અરૂણાપ્રદેશમાં પેટ્રોલિંગના મામલે ચીને વાંધો ઉઠાવ્યા બાદ ભારતે યોગ્ય જવાબ આપ્યો છે.
ભારતીય સેનાએ પેટ્રોલિંગને રોકવા માટેની ચીનની દલીલને ફગાવી દીધી છે. સાથે સાથે પેટ્રોલિંગ જારી રાખવાની વાત પણ કરી છે. આવી સ્થિતીમાં ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો છે. હાલમાં જ દક્ષિણ ચીન પર ચીનના દાવાને ફગાવી દેવામાં આવ્યા બાદ તે વધારે આક્રમક નિતી અપનાવવા માટે ઇચ્છુક છે. કારણ કે ચીનને ચીનની ભાષામાં જ જવાબ આપવા માટે ભારતે પણતેના પડોશી દેશ મંગોલિયા, દક્ષિણ કોરિયા, ફિલીપાઇન્સ અને વિયતનામ જેવા દેશો સાથે સંબંધને વધારે મજબુત કરવાની તૈયારી કરી લીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનને તેની ભાષામાં જવાબ આપવા આંતરિક નિતી તૈયાર કરી રહ્યા હોવાના હેવાલ છે. ડોકલામ મામલે જે રીતે ભારતે છેલ્લી ઘડી સુધી આક્રમક નિતી અપનાવી હતી તે જાતા ભારત હવે શÂક્તશાળી હોવાની સાબિતી તમામને મળી ગઇ છે. હાલમાં ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપમાં ભારતને સામેલ કરવાને લઇને ચીને વાંધો ઉઠાવ્યા બાદ ભારતે પણ લાલ આંખ કરી છે. જેથી તે ભારત પર રાજદ્ધારી દબાણ લાવવાના પ્રયાસમાં છે. બન્ને દેશો વચ્ચે વિશાળ હિમાલય ક્ષેત્ર છે. જેના કારણે સીમાંકન ખુબ મુશ્કેલ છે. ભારતનુ કહેવુ છે કે ચીન લાઇન ઓફ એક્ચુઅલ કન્ટ્રોલના પાલન કરીને સંબંધોનને સામાન્ય રાખે તે જરૂરી છે. પરંતુ ચીન આનો વારંવાર ભંગ કરે છે. ચીની ઘુસણખોરીને સરળતાથી લઇ શકાય નહી.
ચીનની દુસાહસની ગતિવિધી વધી રહી છે. અલબત્ત બન્ને દેશોને એકબીજાની જરૂર રહેલી છે. એકબાજુ ભારતને ચીન પાસેથી રોકાણની જરૂર છે. તો બીજી બાજુ ચીનને ભારતીય બજારની જરૂર છે. જેથી આક્રમક વલણ અપનાવવાથી સમસ્યાનો ઉકેલ આવશે નહી. જ્યારે પણ ચીની ઘુસણખોરી થાય ત્યારે આંતરરાષ્ટ્રીય સમુદા. સમક્ષ ભારતે રજૂઆત કરવી જોઇએ. ભારત વૈશ્વિક મંચ પર મજબુત રીતે વધી રહ્યુ છે. સાથે સાથે આર્થિક તાકાત તરીકે ઉભરી રહ્યુ છે ત્યારે ચીનની હાલમાં ઉંઘ હરામ થઇ ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર દ્વારા હાલમાં જ પહેલ કરવામાં આવી છે તેના કારણે ભારત તરફ વિદેશના દેશો ખેંચાઇ રહ્યા છે. બીજી બાજુ ચીન એનએસજીના મામલે ભારતને સાથ નહી આપવાના પ્રશ્ને પણ ખુલ્લુ પડી ગયુ છે. તેની ખતરનાક ચાલથી માત્ર ભારત જ નહી બલ્કે વિશ્વના દેશો વાકેફ રહ્યા છે દક્ષિણ ચીન દરિયામાં પ્રબુત્વ જમાવવાની તેની નિતી વર્ષો જુની છે.