ભારતમાં અનેક ત્રાસવાદી હુમલા માટે જવાબદાર ખતરનાક ત્રાસવાદી સંગઠનના લીડર મસુદ અઝહરે વૈશ્વિક ત્રાસવાદી તરીકે જાહેર કરવાની ભારત સહિતના દેશોની ઇચ્છા આડે ચીને ફરી એકવાર અડચણો ઉભી કરીને તેના ખતરનાક ઇરાદા જાહેર કર્યા છે. ચીન સાથે નજીકના સંબંધ સ્થાપિત કરવાના ભારતના તમામ પ્રયાસો છતાં ચીને સતત ત્રાસવાદીઓને મદદ કરીને તેના ખતરનાક ઇરાદા દર્શાવી દીધા છે. જે સાબિત કરે છે કે ત્રાસવાદના મુદ્દા પર ચીનની મદદની આશા કોઇ કિંમતે રાખી શકાય નહી. ચીનના વલણથી વિશ્વના દેશો નારાજ છે અને એકપક્ષીય રીતે મસુદ સામે પગલા લેવાની શરૂઆત કરી દીધી છે.
આના કારણે ચીનની પ્રતિષ્ઠાને પણ મોટો ફટકો પડશે. તેની વિશ્વસનીયતા વિશ્વના દેશોમાં ઘટી રહી છે. તે આડકતરી રીતે ભારતની મદદ કરવા માટે તૈયાર નથી પરંતુ આના કારણે ભારતની પ્રતિષ્ઠા વધી રહી છે અને ચીનની પ્રતિષ્ઠા ઘટી રહી છે. આની સાબિતી ફ્રાન્સે આપી દીધી છે. ફ્રાન્સે તો ત્રાસવાદની સામે લડાઇમાં મજબુતી સાથે ભારતની સાથે રહીને ચીન દ્વારા વીટોનો ઉપયોગ કરવામાં આવ્યા બાદ પણ મસુદની તમામ સંપત્તિ જપ્ત કરવાનો આદેશ કર્યો છે. સાથે સાથે યુરોપિયન ત્રાસવાદી સંગઠનોની યાદીમાં તેને સામેલ કરવા પ્રયાસો પણ શરૂ કર્યા છે. બ્રિટન, અમેરિકા અન્ય દેશો ભારતની સાથે રહ્યા છે. મસુદને હજુ સુધી ચીને ચાર વખત બચાવી લેવામાં સફળતા મળી છે. જા કે હવે તે લાંબા સમય સુધી મસુદને બચાવી શકશે નહીં. પોતાના પગલા પાછળ ચીને ટેકનિકલ મુદ્દાની દલીલ કરી છે. ચીનની દલીલ હવે લાંબા સમય સુધી ચાલે તેમ પણ નથી. ત્રાસવાદને લઇને ચીનનુ વલણ દુનિયાને હેરાન કરે તેવુ છે. ભારત દ્વારા છેલ્લા કેટલાક સમયથી મસુદને વૈશ્વિક ત્રાસવાદી તરીકે જાહેર કરવાની માગ કરે છે.
ભારતની માંગને દુનિયાના તમામ દેશોનુ સમર્થન મળી રહ્યુ છે પરંતુ કમનસીબ રીતે ચીન અયોગ્ય વલણ અપનાવી રહ્યુ છે. પડોશી દેશ અલગ રાગમાં છે. હકીકત એ છે કે ચીનના આવા વલણ પાછળ તેના સ્થાનિક હેતુ રહેલા છે. પાકિસ્તાનમાં ચીને મોટા પાયે રોકાણ કરેલુ છે. મસુદની સામે કાર્યવાહીની Âસ્થતીમાં તેને પાકિસ્તાનમાં નુકસાન થઇ શકે છે. પોતાના હિત માટે તે ત્રાસવાદના મુદ્દા પર પણ દુનિયાની સાથે નથી. જે સમગ્ર દુનિયા માટે કમમનસીબ છે. પાકિસ્તાન અને ચીન વચ્ચેના કેટલાક પ્રોજેક્ટ તો એક સ્તર પર ત્રાસવાદી સંગઠનોની દયા પર આધારિત છે. ચીન માને છે કે મસુદની સામે કાર્યવાહી કરવાની Âસ્થતીમાં જેશના ત્રાસવાદીઓ તેની યોજના અને આ યોજનામાં કામ કરી રહેલા કર્મચારીઓને ટાર્ગેટ બનાવી શકે છે. વિશ્વના દેશોને આ બાબતની નોંધ લેવાની જરૂર છે. ચીન સારી રીતે જાણે છે કે તેની વ્યવસ્થામાં કટ્ટરપંથીઓની બોલબાલા રહેલી છે. જેથી તેની મજબુરીમાં તે આગળ વધી રહ્યુ છે. કટ્ટરપંથીઓની પાકિસ્તાનના શાસનમાં ખુબ ચાલે છે. તેમના આદેશ માનવાની સરકારને ફરજ પડે છે. ચીનનુ વલણ જે પણ હોય પરંતુ એક સભ્ય સમાજમાં કોઇ ત્રાસવાદને ટેકો આપવાને લઇને કોઇ દલીલ કરી શકે તેમ નથી. સભ્ય સમાજ ચીનના વલણને ક્યારેય ચલાવી લેશે નહીં.