ચીનનું પહેલું સ્પેસ સ્ટેશન Tiangong-1 ઘરતી સાથે ટકરાવવાની તૈયારીમાં છે. 8.5 ટન વજનનું આ સ્પેસ સ્ટેશન પૃથ્વીના કોઈપણ ક્ષેત્રમાં પડી શકે છે. આ વિશે હાલમાં અનુમાન લગાવવું મુશ્કેલ છે. આ સ્પેસ સ્ટેશનમાં હાનિકારક રસાયણોથી ભરેલું છે, જે ઘાતક સાબિત થઈ શકે છે. મોનિટરિંગ એજન્સીઓનું કહેવું છે કે 24 માર્ચથી 19 એપ્રિલની વચ્ચે સ્પેસ સ્ટેશન પૃથ્વી પર પડી શકે છે. એરોસ્પેસ કોર્પોરેસન મુજબ, Tiangonh-1 ઘરતી પર એપ્રિલના પહેલી અઠવાડિયામાં રિ-એન્ટર થશે. તો યૂરોપિયન સ્પેસ એજન્સીઓનું કહેવું છે કે મોડ્યુલ 24 માર્ચથી 19 એપ્રિલની વચ્ચે પૃથ્વી સાથે ટકરાશે. 2016માં ચીને પણ માન્યું હતું કે Tiangong-1 અનકંટ્રોલ્ડ થઈ ચૂક્યું છે, તેની એન્ટ્રી ધરતી પર નોર્મલ રીતે નહીં થાય.
સૂત્રોના જણાવ્યા અનુસાર, મોડ્યૂલની રિ-એન્ટ્રી 43 ડિગ્રી નોર્થ અને 43 ડિગ્રી સાઉથ લેટિટ્યૂટ પર લેન્ડ થશે. આ મોડ્યૂલ ઉત્તરી ચીન, મિડલ ઈસ્ટ, સેન્ટસ ઈટાલી, ઉત્તરી સ્પેન અને ઉત્તર અમેરિકાના રાજ્યો. ઉપરાંત ન્યૂઝીલેન્ડ, તસ્માનિયા અથના દક્ષિણ આફ્રિકામાં પડી શકે છે. એરોસ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશ જે ગવર્નમેન્ટ અને પ્રાઈવેટ કંપનીઓને સ્પેસ ફ્લાઈટ વિશે સલાહ આપે છે. તેણે કહ્યું છે કે, જો આ સ્પેસ સ્ટેશન ધરતી પર ટકરાશે તો સેંકડો કિલોમીટરના વિસ્તારના લોકોને હાનિ પહોંચાડી શકે છે.