પાકિસ્તાન મારફતે પોતાના આર્થિક હિતોને પૂર્ણ કરવામાં લાગેલા ચીને પહેલા તો પોતાની મિત્રતા માટે મસુ અઝહરને બ્લેકલિસ્ટ થતા બચાવવા માટે તમામ પ્રયાસ કર્યા હતા. આને માટે અગાઉ ત્રણ વખત વીટોનો પણ પ્રયોગ કર્યો હતો. પરંતુ જ્યારે તેને લાગ્યુ કે મસુદના કારણે તેની પ્રતિષ્છાને મોટો ફટક પડી રહ્ય છે ત્યારે ચીને ગુલાંટ મારી લીધી હતી. આખરે પ્રસ્તાવના સમર્થનમાં કામ કરવાની તેને ફરજ પડી હતી. ઉલ્લેખનીય છે કે ભારતીય વિદેશ સચિવ વિજય ગોખલેએ ગયા મહિનામાં પોતાના ચીનના પ્રવાસ દરમિયાન ત્યાંની સરકારની સાથે પુલવામા ત્રાસવાદી હુમલામાં જેશની સંડોવણી હોવા અંગે પુરાવા આપ્યા હતા.
ત્યારથી ચીનના જીદ્દી વલણમાં ફેરફાર થવાની શરૂઆત થઇ ગઇ હતી. અલબત્ત ભારતીય વિદેશ સચિવની ચીન યાત્રા બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન પણ ચીનમાં ગયા હતા. પરંતુ ઇમરાન ખાન ચીનમાં કોઇ પણ ચીજ હાંસલ કરવામાં સફળ રહ્યા ન હતા. આને ભારતની રાજદ્ધારી જીત તરીકે ગણી શકાય છે. કારણ કે ચીન અગાઉ ત્રણ વખત ભારતની સામે વલણ અપનાવીને મસુદને બચાવી લેવામાં સફળ રહેતા અડચણો દેખાઇ રહી હતી.
આ વખતે ચીને પ્રસ્તાવના સમર્થનમાં મત આપતા નિવેદન કર્યુ હતુ કે તેને મસુદ અઝહરને વૈશ્વિક ત્રાસવાદી જાહેર કરવાને લઇને કોઇ વાંધો નથી. ત્યારબાદ ચીને પ્રસ્તાવને પસાર કરવ સામે રહેલી તેની અડચણોને દુર કરી લીધી હતી. પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા બાદ ત્રાસવાદી મસુદ અઝહર સંયુક્ત રાષ્ટ્રના સભ્ય કઇ દેશમાં જઇ શકશે નહીં. સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોને તેની સંપત્તિ જપ્ત કરવાની રહેશે. સાથે સાથે તેની મદદ પણ કોઇ સભ્ય દેશ કરી શકશે નહીં. તેની તમામ સંપત્તિને જપ્ત કરી લેવામાં આવનાર છે. તેના બેંક ખાતાને પણ ફ્રીજ કરી દેવામાં આવનાર છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ત્રાસવાદીઓ પર લાગુ કરવામાં આવેલા તમામ પ્રતિબંધ તેના પર લાગુ કરવામાં આવનાર છે.