~ વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલ અને લાલજી મેહરોત્રા લાયન્સ સ્કૂલ અને પ્રાયોજકો- હગીઝ અને કેલોગ્સ સાથે ભાગીદારીમાં નિક ઈન્ડિયાએ હગીઝ દ્વારા પાવર્ડ તેમની #હેપ્પી કિડિંગ કેમ્પેઈન હેઠળ મોજમસ્તીભરી પ્રવૃત્તિઓ થકી યુવા મનની અસીમિત ક્રિયાત્મકતાઓની ઉજવણી કરવામાં આવી ~
બાળક વિશે સૌથી ચમત્કારી બાબતમાંથી એક સીમા વિના કલ્પના કરવાની તેમની ક્ષમતા છે, જે અસીમિત શક્યતાઓથી ભરચક દુનિયા નિર્માણ કરે છે. આ બાળ દિવસે નિક ઈન્ડિયા અમદાવાદમાં જીવનમાં ચમક લાવી હતી અને બાળકોને તેમનાં ફેવરીટ નિકટૂન્સ ચિકુ અને બંટી સાથે તેમની કલ્પનાઓ ઉજાગર કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. #હેપ્પી કિડિંગ કેમ્પેઈન હેઠળ નિક ઈડિયા દ્વારા બાળકોની અસીમિત ક્રિયાત્મકતાની ઉજવણી કરાઈ હતી, જેથી આ દિવસ મોજમસ્તી, હાસ્ય અને અસીમિત અનુભવો સાથે અવિસ્મરણીય બની ગયો હતો!
આ ઉજવણી વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે થઈ હતી, જે પછી લાલજી મેહરોત્રા લાયન્સ સ્કૂલમાં ઉજવણી કરાઈ હતી, જ્યાં 1000થી વધુ વિદ્યાર્થીઓએ પ્રવૃત્તિઓમાં ભાગ લઈને તેમની કલ્પનાની શક્તિઓ ઉજાગર કરવા તેમને પ્રોત્સાહન આપ્યું હતું. એકત્રિત વાર્તાકથન સત્ર સાથે શરૂઆત કરાઈ હતી, જ્યાં બાળકોએ ઓપન-એન્ડેડ સ્ટોરીમાં તેમનો પોતાનો વળાંક આપીને આશ્ચર્યજનક નરેટિવ્ઝ નિર્માણ કર્યા હતા. વાર્તાઓ ઉજાગર થઈ તેમ વિદ્યાર્થીઓએ અનોખા ઈમેજિનેશન વોલ પર તેમના અજોડ વિચારોને જીવંત કર્યા હતા, જ્યાં વિદ્યાર્થીઓએ ચિત્રકળા અને શબ્દો થકી તેમના અજોડ વિચારોને દર્શાવ્યા અને વ્યક્ત કર્યા હતા, જે સાથે કોઈ પણ નિર્ણાયકતાથી મુક્ત તેમની ક્રિયાત્મકતા અને ડીવન પ્રત્યેનો નજરિયો લાવ્યા હતા. ચીકુ અને બંટી વિદ્યાર્થીઓ સાથે મિત્રની જેમ વર્ત્યા હતા, રમતિયાળ પ્રવૃત્તિઓ અને ફોટો સત્રો સાથે મોજમસ્તીમાં જોડાયા હતા, જેથી આ દિવસ બાળકો માટે વધુ યાદગાર બની ગયો હતો.
લાલજી મેહરોત્રા લાયન્સ સ્કૂલનાં પ્રિન્સિપાલ રંજના મંદને જણાવ્યું હતું કે, ‘‘અમને આ વર્ષના બાળક દિવસની ઉજવણી માટે નિક સાથે ભાગીદારી કરવાની બેહદ ખુશી છે, જેને કારણે યુવા વિદ્યાર્થીઓ માટે આ દિવસ વધુ વિશેષ બની રહ્યો હતો. અમને આશા છે કે આ અનુભવ તેમનાં સપનાંને પાંખો આપશે અને તેમની કલ્પનાઓ મનઃપૂર્વક ખોજ કરવા પ્રોત્સાહન આપશે. અમને આ સુંદર પહેલનો હિસ્સો બનવાનું ગૌરવજનક લાગ્યું.’’
વેદાંત ઈન્ટનેશનલ પ્રીસ્કૂલનાં પ્રિન્સિપાલ રુત્વી વ્યાસે બાળ દિવસ પર પોતાના વિચારો પ્રગટ કરતાં જણાવ્યું હતું કે, ‘‘બાળ દિવસ અમારા યુવા વિદ્યાર્થીઓ રોજ અમારી સ્કૂલમાં લાવે છે તે નિર્દોષતા, ઉત્સુકતા અને અસીમિત ઊર્જાની અમને યાદ અપાવે છે. વહાલા નિકટૂન્સ ચીકુ અને બંટી સાથે ઉજવણીએ આ દિવસને વધુ વિશેષ બનાવી દીધો. નિકનો આભાર. અમારી પ્રીસ્કૂલ હાસ્ય અને ખુશીથી ઊભરાઈ ગઈ હતી, જેણે દરેક માટે યાદો નિર્માણ કરી છે.’’
આ પહેલ ઉત્સુકતા, ક્રિયાત્મકતા અને મોજમસ્તીના જોશને જીવંત કરીને બાળપણની ખૂબીઓ જીવંત રાખવા માટે તૈયાર કરાયેલો નિકનો કાર્યક્રમ મોજૂદ #હેપ્પી કિડિંગ કેમ્પેઈનના ભાગરૂપ હતી. #હેપ્પી કિડિંગ સાથે નિકે એવું વાતાવરણ નિર્માણ કર્યું હતું, જ્યાં બાળકો મુક્ત રીતે પોતાને વ્યક્ત કરી શકે, પ્રશ્નો પૂછી શખે અને રમત અને ખોજની ખુશી માણી શકે. #હેપ્પી કિડિંગ ઉજવણી દિલ્હી અને મુંબઈ સહિત ઘણાં બધાં શહેરોમાં ચાલુ રહેશે, જ્યાં હજારો બાળકો કેન્દ્રમાં હતા. આ અવિસ્મરણીય કાર્યક્રમે કાયમી છાપ છોડી હતી, જેમાં દરેક બાળકોને તેમના પરિપ્રેક્ષ્યનું ગૌરવ મહેસૂસ કરવાનું કારણ મળ્યું હતું, જે બાળ દિવસ પર ઉત્તમ ઉજવણી બની રહી હતી.