નવી દિલ્હીઃ બાલ આશ્રય ગૃહમાં રહેતા ૩૦ હજારથી વધુ બાળકોના આધાર કાર્ડને ટ્રેક ચાઈલ્ડ પોર્ટલ સાથે જોડી દેવામાં આવ્યા છે. એક અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે આનાથી બાળ ગૃહમાંથી લાપત્તા થતા બાળકોના રિપોર્ટ તૈયાર કરવા અને તેની સાથે સંબંધિત માહિતી એકત્રિત કરવામાં મદદ મળશે. ટ્રેક ચાઈલ્ડ પોર્ટલ એવા તમામ બાળકોના કેન્દ્રિય ડેટાબેઝ તરીકે તૈયાર કરશે જે ખૂબ ઉપયોગી સાબિત થશે. જે બાળકો જુદા જુદા વિસ્તારમાંથી લાપત્તા થઈ જાય છે તે બાળકોના ડેટા તૈયાર કરવાનું કામ કેન્દ્રિય ડેટાબેઝ કરે છે.
આ લાપત્તા થયેલા બાળકોની શોધમાં સહાય માટે એક પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવા માટેનું કામ કરે છે. આ પોર્ટલ બાળગૃહ, પોલીસ અને રાજ્ય સરકારો વચ્ચે સંકલનનું કામ પણ કરે છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના એક અધિકારીએ વિગત આપતા કહ્યું છે કે બાળ ગૃહમાં રહેતા બાળકોની સંખ્યાની માહિતી માટે સરકાર બાળગૃહોમાં બાળકોના આધારકાર્ડને આ પોર્ટલ સાથે લિન્ક કરવાનો નિર્ણય કરી ચુકી છે. હજુ સુધી ૩૦૮૩૫ બાળકોના આધારને લીન્ક કરવામાં સફળતા મળી છે. દેશભરમાં ૯૦૦૦થી વધારે દેખરેખ બાળગૃહોમાં કુલ ૨૬૧૫૬૬ બાળકો રહેલા છે. તેમના આધારકાર્ડને ટ્રેક ચાઈલ્ડ સાથે લીન્ક કરવાના ઈરાદા સાથે ખૂબ સારા હેતુ રહેલા છે. આનાથી લાપત્તા થયેલા બાળકોને શોધી કાઢવામાં મદદ મળશે. સાથે સાથે એમ પણ જાણી શકાશે કે જો આ લાપત્તા બાળકોને કોઈ જગ્યાએ જાડવાનો પ્રયાસ કરવામાં આવે છે તો તે અંગેની માહિતી મળી શકશે. મંત્રાલય આની સાથે સંબંધિત તમામ સંબંધિતોને બાળગૃહોમાં બાળકોની નોંધણી કરવા સૂચના આપી છે.
રાજ્ય સરકાર દ્વારા જરૂરી પગલા લેવામાં આવ્યા છે. ટ્રેક ચાઈલ્ડ પોર્ટલ પર બાળકોના આધારની વિગત રાખવા માટે જોગવાઈ પહેલાથી જ કરવામાં આવી ચુકી છે.