નવી દિલ્હી : વેપારિક ઉપયોગ માટે ચાઇલ્ડ પોર્નોગ્રાફી મટિરિયલ રાખવા, તેને નિહાળવા અને તેના સંગ્રહ તેમજ વિતરણના મામલે હવે કઠોર સજાનો સામનો કરવો પડી શકે છે. ચાઇલ્ડ પોર્નોગ્રાફીના કાયદામાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આના ભાગરૂપે દોષિતોને કઠોર સજા કરવામાં આવનાર છે. જામીન પણ મળી શકશે નહીં. ઓછામાં ઓછા ત્રણ વર્ષની જેલની સજા થઇ શકે છે. નવી જાગવાઇ મુજબ દંડની રકમ અને જેલની સજાને પણ વધારી દેવામાં આવી છે.
આ પ્રકારના ગુનાને બિનજામીનપાત્ર તરીકે ગણવામાં આવશે. બીજી વખત જા અપરાધી જાહેર થશે તો સાત વર્ષ સુધીની સજા થઇ શકશે. હકીકતમાં સુધારા પ્રસ્તાવમાં સૌથી કઠોર જગવાઇ એવા લોકો માટે કરવામાં આવી છે જે અશ્લીલ સામગ્રી એકત્રિત કરીને વેપારિક ઉપયોગ કરે છે. હાલમાં સેક્શન ૧૫ હેઠળ વધુને વધુ ત્રણ વર્ષની જેલની સજા રહેલી છે. હવે ઓછામાં ઓછી ત્રણ વર્ષની સજા કરવામાં આવનાર છે. પહેલી વખત દોષિત જાહેર થનાર વ્યક્તિને ઓછામાં ઓછી ત્રણ વર્ષની સજા કરવામાં આવનાર છે જ્યારે વધુમાં વધુ પાંચ વર્ષની સજા કરવામાં આવનાર છે.
પરંતુ જા કોઇ વ્યક્તિ બીજી વખત દોષિત દેખાશે તો ઓછામાં ઓછી પાંચ અને વધુમાં વધુ સાત વર્ષની સજા કરવામાં આવનાર છે. સુચિત પ્રસ્તાવને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. પોર્નોગાફીની વધતી જતી ઘટનાને લઇને પીએમઓ દ્વારા પહેલાથી જ ચિંતા વ્યક્ત કરવામાં આવી ચુકી છે. જેથી તેને ખુબ ગંભીર અપરાધની શ્રેણીમા રાખવા માટે રજૂઆત કરવામાં આવી રહી છે. માહિતી ન આપવાની સ્થિતીમાં પણ દંડ કરવામાં આવનાર છે.