વારંવાર કરવામાં આવતા અભ્યાસમાં અને તબીબો દ્વારા પણ વારંવાર એક વાત કરવામાં આવે છે કે બાળકોને તેમની વય મુજબ ભોજન આપવાની જરૂર હોય છે. શારરિક અને માનસિક ગ્રોથ માટે બાળકોને વય મુજબ ભોજન આપવાની જરૂર હોય છે. બાળકોને જંક ફુડથી બચાવીને પૌષ્ટિક ચીજો આપવામાં આવે તો તેમના માનસિક અને શારરિક વિકાસ પર સીધી અને હકારાત્મક અસર થાય છે. આના માટે માતાપિતા દરરોજ નવા પ્રયોગ કરતા રહે છે. ૧૨ વર્ષની વય સુધી બાળકના મસ્તિષ્કના વિકાસ માટે પૌષ્ટિક ખાવાની ચીજોનો ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે. આવી ચીજો બાળકોને યોગ્ય ગ્રોથ અને બિમારી સામે લડવામાં મદદ કરે છે. નિષ્ણાંત લોકોનુ કહેવુ છે કે શિશુને પ્રથમ છ માસ સુધી સ્તનપાન કરાવવાની જરૂર હોય છે.
માતાના દુધમાં વર્તમાન પૌષક તત્વોથી એલર્જી, પાચન સાથે સંબંધિત બિમારી અને ઇન્ફેક્શન જેવી તકલીફથી શિશુ બચી જાય છે. બ્રેકફાસ્ટમાં બાળકને ફ્રુટ ચાટ, સલાડ અને અન્ય ચીજો આપી શકાય છે. તેમને દુધ આપવાની પણ જરૂર હોય છે. અખરોટ અને એક પ્લેટ ફ્રુટ આપી શકાય છે. બાળકના મસ્તિષ્કના વિકાસ શરીરના વિકાસની બાબત પૌષક તત્વો પર આધારિત રહે છે. ગર્ભાધાનથી પહેલા પણ પૌષકતત્વોનો ઉપયોગ ભરપુર કરવાની જરૂર હોય છે. ભરપુર સંતુલિત ભોજન લેવાથી લાભ થાય છે. ફોલિક એસિડ, ઓમેગા ફેટી એસિડ અને કેÂલ્શયમયુક્ત ચીજો વધારે પ્રમાણમાં લેવામાં આવે તે જરૂરી હોય છે. બાળકના જન્મ સુધી મસ્તિષ્કની કોશિકાના ત્રણ ચતુર્થાશ બાગ પહેલા બની જાય છે. ત્યાકરબાદના હિસ્સાનો વિકાસ જન્મ બાદ થાય છે. આ વિકાસ ત્રણ વર્ષ સુધી થાય છે. શિશુના સારા આરોગ્ય માટે જન્મથી છ મહિના સુધી માત્ર માતાના દુધ પર તેને આધારિત રાખવાની જરૂર હોય છે. છ મહિનાથી એક વર્ષની વય સુધી ફિડિંગની સાથે સાથે ઉપરના હળવા ભોજન પણ આપી શકાય છે.
જેમાં દાળના પાણી, ખિચડી અને ફળના જ્યુસનો સમાવેશ થાય છે. શિશુને ક્યારેય ખાટા ફળ આપવા જાઇએ નહીં. વધતી વયની સાથે બાળકોને પૌષક તત્વોની જરૂર વધતી જાય છે. આવી સ્થિતીમાં બાળકના વિકાસમાં ગતિવિધી વધારી દેવા માટે પૌષક તત્વો જરૂરી હોય છે. વયની સાથે લંબાઇ વધે છે. જેથી નવથી ૧૩ વર્ષની વયના બાળકોને વિટામિન ડી, કેÂલ્શયમ, પ્રોટીન અને અન્ય ચીજોની જરૂર વધારે રહે છે. બાળકોને દુધ દહી વધારે પ્રમાણમાં આપવાની જરૂર હોય છે. ૧૪થી ૧૬ વર્ષની વયમાં બાળકો ખેલકુદની સાથે સાથે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેથી કિશોરીઓને ૧૮૦૦-૨૪૦૦ કેલોરી, પ્રોટીન, ૧૫૦-૨૦૦ ગ્રામ ની જરૂર હોય છે. અઢીથી ચાર કપ શાકભાજીની જરૂર હોય છે. અનાજ પણ પુરતા પ્રમાણમાં જરૂરી હોય છે. બાળકોને ગ્રોઇંગ એજમાં પૂરતા પ્રમાણમાં પ્રોસ્ટિક અને યોગ્ય ડાઈટ આપવાની સલાહ નિષ્ણાંતો દ્વારા આપવામાં આવી છે. નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે બાળકો સાથે બળજબરી પૂર્વક ન કરવી જાઈએ. બાળકોને પસંદગીની ચીજવસ્તુઓ આપવા માટે યોગ્ય વલણ અપનાવવાની સલાહ પણ આપવામાં આવી છે. અભ્યાસ મુજબ દરેક ચીજના પોષક તત્વો અંગે પહેલાં માતા-પિતા માહિતી મેળવે તે જરૂરી છે.
માહિતી મેળવી લીધા બાદ બાળકોને ખૂબ જ સાવધાનીપૂર્વક આ ચીજવસ્તુઓ આપવી જોઈએ. બાળકોની ગ્રોઈંગ એજમાં તેમના માટે પોષક તત્વો ખૂબ જ જરૂરી છે પરંતુ આધુનિક સમયમાં ફૂડ વિકલ્પો વધી ગયા છે જેના પરિણામ સ્વરૂપે બાળકો જંક ફૂડની તરફ આકર્ષિત થયા છે. ન્યુટ્રીસનિસ્ટ સુનિતા દુબેનું કહેવું છે કે માતા-પિતાને બાળકોમાં ખાવા-પીવાની સારી ટેવ પાડવી જાઈએ. જા શરૂઆતથી જ આ ટેવ પાળવામાં આવે તો જીવનમાં આ ટેવ યથાવત્ રહે છે અને તેનો ફાયદો રહે છે. બાળકોની ડાઈટને લઈને નિષ્ણાંતોનું કહેવું છે કે સાવધાનીપૂર્વકનું વલણ ખૂબ જરૂરી છે. આનાથી બાળકોને એનર્જી મળવાની સાથે સાથે તેમના દીમાગ પણ સાર્ફ બને છે. એટલામાં ઓછું હોય તેમ તેમના મૂડ ઉપર પણ આની અસર થાય છે. દેશના કેટલાક ટોપના ક્લીનીકલ સાઈકોલોજીસ્ટનું કહેવું છે કે બાળકોને એનર્જીની ખૂબ જ વધારે જરૂર હોય છે. કારણ કે બાળકો આ વખતે ગોઈંગ એજમાં હોય છે. આમા કોઈ બાંધછોડ કરવામાં આવે તો તેમના વિકાસ ઉપર અસર થાય છે.તમામ બાળકોને પ્રતિ કિલોની દૃષ્ટિએ વાત કરવામાં આવે તો પુખ્તવયનાલોકોની સરખામણીમાં વધારે કેલોરીઝની જરૂર પડે છે.