હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ભવનની બહાર ખાલિસ્તાની બેનર અને ઝંડો લગાવવાનો મામલો હાલ ખુબ જ ચર્ચામાં છે. જ્યાં આ બધા વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી અને આ મુલાકાત દરમિયાન ખાલિસ્તાનના મુદ્દે પણ કરવામાં આવી ચર્ચા.
અને આ ચર્ચા સાથે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ વડાપ્રધાન મોદીને ૩૧ મેએ રાજ્યમાં આવવાનું આમંત્રણ પણ આપ્યું છે. પ્રધાનમંત્રી મોદીને હિમાચલ આવવાનું આમંત્રણ આપવાના મુદ્દે જયરામ ઠાકુરે કહ્યુ કે, પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને આઠ વર્ષ પૂરા થવા જઈ રહ્યાં છે.
તો અમે કહ્યુ કે, જાે તમે આ કાર્યક્રમ હિમાચલ પ્રદેશમાં કરશો તો અમારા માટે ખુબ પ્રશંસાનો વિષય હશે. મુખ્યમંત્રીએ કહ્યુ કે, પીએમ મોદી સાથે હિમાચલ પ્રદેશમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ વિશે પણ વાત થઈ છે. તેમણે કહ્યું કે, અમારા કેટલાક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ પૂરા થઈ ગયા છે એટલે અમે પીએમ મોદીને હિમાચલ પ્રદેશ આવવાનું આમંત્રણ આપ્યું છે.
ખાલિસ્તાનના મુદ્દા પર મુખ્યમંત્રી ઠાકુરે કહ્યુ કે, દેવભૂમિ હિમાચલના શાંતિપૂર્ણ માહોલને ખરાબ કરનારને છોડવામાં આવશે નહીં. ધર્મશાળા વિધાનસભામાં થયેલી ઘટનાના એક આરોપી હરવિન્દ્ર સિંહના પુત્ર રાજેન્દ્ર સિંહની પંજાબથી ધરપકડ કરવામાંઆવી છે.
તેણે વિધાનસભા પરિસર ધર્મશાળામાં દિવાલ પર ખાલિસ્તાની ઝંડા અને ગ્રેફિટિના આરોપોનો સ્વીકાર કર્યો છે. આ સાથે તેમણે કહ્યું કે હિમાચલ પોલીસ અને પંજાબ પોલીસના પ્રયાસોથી બીજા આરોપી વિનીત સિંહની પણ ધરપકડ કરવામાં આવશે.