વડોદરામાં ભાજપાના ડોક્ટર સેલ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયુ છે અને આ આયોજનનો હેતુ પાણી બચાવવાનો સંદેશ આપવાનો છે એટલે કે પાણીની બચત કેવી રીતે થાય એવું દર્શાવવાનો છે. ધડ-માથા વગરના આઈડિયા એ મૂળ તો મનોરંજન છે અને પૈસાનો ધુમાડો છે.
જયારે બીજી બાજુ પાણી બચાવવાની બુમો વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરા નજીક એક વોટર પાર્કનું રવિવારે ઉદ્ઘાટન કર્યુ હતું. એ વોટર પાર્કમાં રોજ લાખો ગેલના પાણીનો વ્યય થશે તેની ચિંતા મુખ્યમંત્રીને કેમ નથી ? ખુદ મુખ્યમંત્રી જાહેર સભાઓમાં ગુજરાતમાં જળસંકટ હોવાનો સ્વિકાર કરીને પાણી બચાવવા માટે ભાષણો કરી રહ્યા છે અને પાણી બચાવવા માટે લોકોને સલાહો આપી રહ્યા છે એટલે સુધી કે વિજય રૃપાણીએ ખેડુતોને ‘પાણી ચોર’ પણ કહી ચુક્યા છે . હવે લાખો ગેલન પાણીનો વ્યય થવાનો છે એ વોટર પાર્કનું ઉદ્ઘાટન કરવા પહોંચી ગયા હતા.