મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તાપી જિલ્લાના દુર્ગમ આદિજાતિ વિસ્તાર ના ગામો ની મુલાકાત

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ગુરુવારે સવારે પહોંચ્યા હતા . મુખ્યમંત્રીએ બુધવારે રાત્રિ રોકાણ સાગબારાના જાવલિ ગામે કરીને ગ્રામસભા  યોજ્યા બાદ ગુરુવારે સવારે તે ગામની પ્રાથમિક શાળાના  ક્લાસ રૂમ ની મુલાકાતે ગયા હતા અને ભૂલકાઓ સાથે બેન્ચ પર બેસી વાર્તાલાપ કર્યો હતો. ત્યાર બાદ મુખ્ય મંત્રી એ ભૂપેન્દ્ર પટેલ આદિજાતિ જિલ્લા તાપી ના ડાબરી આંબા ગામે દૂધ ઉત્પાદક સહકારી મંડળીની નિરીક્ષણ મુલાકાતે પહોંચ્યા હતા . તેમણે મંડળી ની સભાસદ આદિજાતિ બહેનો અને અન્ય સભાસદો સાથે સંવાદ કરી દૂધ એકત્ર કરવા અને વિતરણ વ્યવસ્થા તેમજ  પશુપાલન અંગે ઝીણવપૂર્વક વિગતો મેળવી હતી.

Share This Article