કોંગ્રેસી નેતાની વિદેશમાં રહેલી સંપત્તિને વેચવા અને વિદેશી બેંક ખાતાઓને બંધ કરવા માટે પ્રયાસ જારી છે : અહેવાલ
સમદ્ર દેશને હચમચાવી મુકનાર આઇએનએકસ મિડિયા મની લોન્ડરિંગ કેસમાં પૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમની મુશ્કેલી સતત વધી રહી છે. તેમની વિદેશી સંપત્તિ અને બેંક ખાતામાં તપાસ કરવામાં આવી રહી છે. કેટલીક નવી વિગત સપાટી પર આવી શકે છે. હવે ઇડીએ તેમના પર સકંજા મજબુત કરી દીધો છે. ઇડી દ્વારા દાવો કરવામાં આવ્યો છે : ચિદમ્બરમ અને અન્ય આરોપીઓએ વિદેશમાં પણ મોટા પાયે સંપત્તિ ખરીદી છે. ઇડી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે કેસના સહ આરોપીની સાથે મળીને કોંગ્રેસી નેતા વિદેશમાં સંપત્તિ વેચવા અને વિદેશમાં બેંક ખાતાને બંધ કરવા માટેના પ્રયાસ કરી રહ્યા છે.
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર એફિડેવિટમાં માંગ કરવામાં આવી છે કે ચિદમ્બરમે કેટલાક દેશોમાં બેંક ખાતા ખોલાવ્યા હતા. ઇડી દ્વારા દાખલ કરવામાં આવેલી એફિડેવિટ મુજબ ચિદમ્બરમ અને સહ આરોપીએ આર્જેન્ટિના, ઓસ્ટ્રીય, બ્રિટીશ વર્જિન આઇસલેન્ડ, ફ્રાન્સ, ગ્રીસ , મલેશિયા, મોનાકો અને ફિલિપાઇન્સ, સિગાપોર સહિતના દેશોમાં સંપત્તિની સાથે સાથે બેંક ખાતાઓ પણ ખોલાવ્યા છે. શેલ કંપનીઓ મારફતે આ દેશોના બેંક ખાતામાં લેવડદેવડ પણ કરવામાં આવી છે.
ચિદમ્બરમની અરજી પર ઇડી દ્વારા જારદાર દલીલો કરવામાં આવી રહી છે. પૂર્વ નાણાં પ્રધાન ચિદમ્બરમ અને સહ આરોપીઓ હાલમા ઇડી અને સીબીઆઇ તપાસનો સામનો કરી રહ્યા છે. ચિદમ્બરમ છેલ્લા કેટલાક સમયથી તિહાર જેલમાં રહેલા છે.