ચિદંબરમ અને તેના પુત્રની 7 ઓગસ્ટ સુધી નહી થાય ધરપકડ
એરસેલ-મેક્સિસ બાબતમાં પૂર્વમંત્રી પી.ચિદંબરમ અને તેના દિકરાને પટિયાલા કોર્ટથી રાહત મળી છે. પટિયાલા કોર્ટે ચિદંબરમ અને તેના દિકરાને 7 ઓગસ્ટ સુધી ધરપકડમાંથી મુક્તિ અપાવી છે. હાલમાં જ ચિદંબરમના ઘરેથી ચોરી થઇ હતી. જેમાં ડાયમંડ જ્વેલરી અને 1 લાખ 10 હજારની રોકડ રકમ ચોરી થઇ હોવાનુ માલૂમ પડ્યુ છે. આ ચોરી ચિદંબરમના તામિલનાડુ સ્થિત ઘરમાંથી થઇ હતી. જેની પોલિસ ફરિયાદ કરવામાં આવી છે.
ચિદંબરમ પર આરોપ છે કે તે જ્યારે ફાઇનાન્સ મિનિસ્ટર હતા ત્યારે એરસેલ-મેક્સિસની કેબિનેટ કમિટીને અવગણી હતી. કેબિનેટની મંજૂરી વગર જ ચિદંબરમે મંજૂરી આપી દીધી હતી. આ ડિલ 3500 કરોડની હતી. જે મામલે ચિદંબરમ ઉપર કેસ થયો હતો. હવે ચિદંબરમ અને તેના પુત્ર કાર્તિ ચિદંબરમને 7 ઓગસ્ટ સુધી રાહત આપવામાં આવી છે. પટિયાલા કોર્ટ અનુસાર ચિદંબરમ અને તેના દિકરાને 7 ઓગસ્ટ સુધી ધરપકડ ના કરવાનો આદેશ આપ્યો છે.