૧૮ વર્ષ થી એક જાણીતા સ્કલ્પચર આર્ટિસ્ટ તરીકે કાર્યરથ રચના દવેએ તાજેતરમાં દેવીનગર સ્ટેશન વિસ્તાર – ખેડબ્રહ્મા નગરના સ્થાપક, વિકાસના પ્રણેતા, કેળવણીકાર, દાનવીર અને ધર્મપરાયણ એવા શ્રી છોટાલાલ દલપતરામ ત્રિવેદીનું પિત્તળ થી બનાવેલ સ્કલ્પચર તૈયાર કર્યું, જેનું ૧૮ નવેમ્બર, ૨૦૨૩ના રોજ ખેડબ્રહ્મા ખાતે એમના પરિવાર તરફથી પ્રતિમા વંદન સહ અર્પણ વિધિ કરવામાં આવ્યું હતું. એમના ૧૦ સંતાનો છે અને પરિવારના શ્રી મધુભાઈ ત્રિવેદી, જયા બેન, કેયુર ભાઈ અને જીગ્નેશભાઈ ના સાથ સહકારથી આ પ્રતિમાને બનાવાનું સ્વપ્નને રચનાબેન દ્વારા પૂરું કરવામાં આવ્યું. શ્રી છોટાલાલએ એમના ખેતરને ખેડબ્રહ્મામાં એક વસાત ઉભી કરવા માટે નગરને આપી દીધું હતું. તદુપરાંત એમને ખેડબ્રહ્મા વિસ્તારમાં ઘણી સેવાઓ આપી જેમ કે કુવાઓ બનાવ્યા, પ્રાથમિક સ્કૂલો બનાવ્યા, પશુઓ માટે વ્યવસ્થા કર્યા, મંદિરો બનાવ્યા અને સમાજ માટે કેટલાક લોકભોગ્ય કામ કર્યા.
એમને દરેક સમુદાયના વિકાસ માટે કામ કર્યા અને લોકોને ઓછા ભાવમાં પ્લોટ્સ પણ આપ્યા હતા. આ પ્રતિમા વિષયે જણાવતા શ્રીમતી રચના દવેએ કહ્યું હતું કે, ” શ્રી છોટાલાલ જી ના આ પિત્તળનું પ્રતિમા ૪૦૦ કિલોગ્રામ વજન ધરાવે છે અને આ પ્રતિમાને બનાવામાં ૩ મહિનાનો સમય લાગ્યો છે. તેમના વર્ષો જૂના ફોટોગ્રાફ પરથી આબેહૂબ એમનો ભાવ, તેમનું શારીરિક બંધારણ, તેમજ તેમનો પહેરવેશ પ્રતિમામાં ઉતારવામાં આવ્યો. સૌપ્રથમ પ્રતિમાને માટીથી બનાવામાં આવી અને પછી એને ફાઈબરમાં ઉતાર્યું છે, એનુ બીબું બનાવ્યું અને તેમાં પિત્તળ ધાતુને પીગળીને નાખવામાં આવી છે. આ પ્રતિમાને વાતાવરણની વિપરીત અસરોથી બચાવા માટે પટ્ટીના પ્રોસેસ કરવામાં આવી છે.”
અમદાવાદના રખિયાલ વિસ્તાર ખાતે સ્થિત ફિનેસ આર્ટ સ્ટુડિયો અને ફર્મના સ્થાપક શ્રીમતી રચનાબેન એ સી. એન. વિદ્યાલય માથી ફાઈન આર્ટ્સનો અભ્યાસ કરેલો છે અને ઘણા વર્ષોથી સ્કલ્પચર્સ, મ્યૂરલ્સ અને આર્ટ વર્ક ના વિવિધ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા છે. હાલમાં તેઓ લોહ પુરુષ શ્રી વલ્લભભાઈ પટેલના પણ પિત્તળ ધાતુના પ્રતિમા પર કામ કરી રહ્યા છે. શ્રીમતી રચના બેનએ અગાઉ પણ શ્રી કેશુ ભાઈ પટેલ, શ્રી વિક્રમ સારાભાઈ, શ્રીમતી હીરાબા, શ્રી મણિ ભાઈ જેવા જાણીતા લોકોના પ્રતિમાઓ બનાવી છે જે આજે હેરિટેજ શહેર અમદાવાદના પ્રતિષ્ઠા અને વિરાસતનો એક હિસ્સો છે.