છત્તીસગઢની રૂંગટા યુનિવર્સિટી અને ગુજરાતની માયક્રેવ કન્સલ્ટન્સીએ સંયુક્ત રીતે 12 કલાકમાં 207 પેટન્ટ ફાઇલ કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

Rudra
By Rudra 1 Min Read

માયક્રેવ કન્સલ્ટન્સી અને તેમના મેનેજીંગ ડાયરેકટર ધ્રુવ બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ છત્તીસગઢની રૂંગટા યુનિવર્સિટીએ અનોખો વિક્રમ સ્થાપિત કરતા માત્ર 12 કલાકમાં જ 207 પેટન્ટ ફાઇલ કરી હતી. જે સિદ્ધિ બદલ યુનિવર્સિટીએ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યુ છે.

યુનિવર્સિટી દ્વારા ફાઇલ કરાયેલી આ પેટન્ટ સમગ્ર દેશમાં એક મહિના દરમિયાન દાખલ કરાવાતી પેટન્ટના 2.96 ટકા જેટલી થાય છે. તો છત્તીસગઢમાં દર વર્ષે ફાઇલ કરાતી પેટન્ટની તે 66 ટકા જેટલી પેટન્ટ્સ થાય છે. એક જ દિવસમાં ફાઇલ કરાયેલી આ 207 પેટન્ટ્સ પાકિસ્તાન દ્વારા સમગ્ર 2023 દરમિયાન ફાઇલ કરાવાયેલી કુલ પેટન્ટના 40 ટકા જેટલી થાય છે. આ પેટન્ટ્સ ફાઇલ કરવાની પ્રક્રિયા દરમિયાન યુનિવર્સિટી અને કન્સલ્ટન્સી ફર્મ દ્વારા 5000થી વધારે વિદ્યાર્થીઓ અને 250થી વધુ ફેકલ્ટીને પેટન્ટ્સ વિશે જ્ઞાન અપાયું હતું. નિષ્ણાતો સાથે 50થી વધારે વેબિનાર કરાયા હતા. 30થી વધુ સેમિનાર્સ, 8થી વધારે વર્કશોપ્સ અને બે આઇપી ક્લિનિક્સ આયોજીત કરાઇ હતી.

Share This Article