૧૦ ટકા અનામતને અમલી કરવા છત્તિસગઢે નિર્ણય કર્યો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

રાયપુર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારના સામાન્ય વર્ગ માટે ૧૦ ટકા અનામતના નિર્ણયને અમલી કરનાર છત્તિસગઢ હવે પ્રથમ કોંગ્રેસ શાસિત રાજ્ય બનતા તેની પણ ચર્ચા જોવા મળી રહી છે. છત્તિસગઢમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે ૧૦ ટકા અનામતને લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. છત્તિસગઢમાં રાજપુત સમુદાયના લોકો ૨.૫ ટકા રહેલા છે. ઉત્તરપ્રદેશ કેબિનેટની બેઠકમાં સામાન્ય વર્ગના આર્થિકરીતે પછાત લોકો માટે ૧૦ ટકા અનામત આપવાના કેન્દ્રના નિર્ણયને શુક્રવારના દિવસે સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં  કેબિનેટની બેઠકમાં આ નિર્ણયને લીલીઝંડી આપવામાં આવી હતી.

આની સાથે જ કેન્દ્ર સરકારના નિર્ણયને અમલી કરનાર ઉત્તરપ્રદેશ છઠ્ઠુ રાજ્ય બની ગયું હતુ.આ પહેલા તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ દ્વારા પણ આને મંજુરી આપી દેવામાં આવી છે. શુક્રવારના દિવસે યોગી સરકારે પણ આને મંજુરી આપી દીધી છે. ગુજરાતે સૌથી પહેલા આને મંજુરી આપી હતી. કેન્દ્ર સરકાર દ્વારા ૧૨મી જાન્યુઆરી ૨૦૧૯ના દિવસે જાહેરનામુ જારી કરીને બંધારણમાં સુધારો કરીને આને લીલીઝંડી આપવામાં આવી હતી. યુપી સરકાર પણ કાયદાને હવે અમલી કરવા જઈ રહી છે. આ સૌથી મોટો અને ઐતિહાસિક નિર્ણય છે. યુપી કેબિનેટે આને મંજુરી આપી દીધી છે.

આર્થિકરીતે પછાત લોકોને ૧૦ ટકા અનામત આપવાના બિલને કેન્દ્ર સરકારે પાસ કરી લીધું છે. લોકસભા અને રાજ્યસભામાં બંધારણીય સુધારા બિલને બહુમતિ સાથે પાસ કરવામાં આવ્યા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બિલ પર હસ્તાક્ષર કરી દીધા હતા. આની સાથે જ આ કાનૂન બની ગયો તો અને અમલી પણ બની ગયું છે. આ કાનૂનને યોગી કેબિનેટની બેઠકમાં મંજુરી મળતાની સાથે જ ઉત્તરપ્રદેશમાં નોકરી અને શિક્ષણ સંસ્થાઓમાં લાગૂ કરવાની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે.

Share This Article