રાયપુર : છત્તિસગઢ વિધાનસભાની ચૂંટણી માટે આજે બીજા અને અંતિમ તબક્કા માટે શાંતિપૂર્ણ રીતે મતદાનની શરૂઆત થઇ હતી. શરૂઆતમાં જ કેટલીક જગ્યાએ તો મતદારોની લાંબી લાઇન લાગી હતી. બીજા તબક્કામાં ૧૯ જિલ્લાની ૭૨ સીટ પર મતદાન થઇ રહ્યુ છે. શાંતિપૂર્ણ મતદાનની ખાતરી કરવા માટે એક લાખ સુરક્ષા જવાનો ગોઠવી દેવામાં આવ્યા હતા. ચાર સીટો પર ઇવીએમ ખરાબ થવા અંગેની ફરિયાદ મળી હતી. અત્રે નોંધનીય છે કે ૧૨મી નવેમ્બરના દિવસે પ્રથમ તબક્કામાં રેકોર્ડ મતદાન થયા બાદ ઉત્સુકતા વધી ગઇ છે. બીજા તબક્કામાં પણ મતદાન કરવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. મતદાન શરૂ થયા બાદ તમામ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા.
બીજા તબક્કામાં કુલ ૧૧૦૧ ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરવા માટે આજે સવારથી જ મતદારો બહાર નિકળ્યા હતા. રાયપુર સીટ સાઉથની સીટ પર સૌથી વધારે ૪૬ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. તેમના ભાવિ હવે ઇવીએમમાં સીલ થયા છે. ૧૫ વર્ષથી સત્તામાં રહેલા ભાજપને ઉખાડી ફેંકવા માટે કોંગ્રેસ પાર્ટીએ તમામ તાકાત લગાવી દીધી હતી. મતગણતરી ૧૧મી ડિસેમ્બરના દિવસે હાથ ધરવામાં આવનાર છે. રવિવારના દિવસે છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે ચૂંટણી પ્રચારનો અંત આવ્યો હતો. પ્રથમ તબક્કામાં રેકોર્ડ ઉંચુ મતદાન થયા બાદ બીજા અને અંતિમ તબક્કાના મતદાનને લઇને પણ ઉત્સુકતા વધી ગઈ છે. માઓવાદીગ્રસ્ત વિસ્તારોમાં પ્રથમ તબક્કામાં રેકોર્ડ ૭૬ ટકાથી વધુ મતદાન પ્રથમ તબક્કામાં આ મહિનાની ૧૨મી તારીખે થયા બાદથી ચૂંટણી પંચ અને સુરક્ષા દળોએ આ મતદાનના તબક્કાને પણ શાંતિપૂર્ણરીતે પાર પાડવા માટે પહેલાથી જ તમામ તૈયારી કરી હતી.
પ્રચારના છેલ્લા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, બહુજન સમાજ પાર્ટી અને અન્ય તમામ પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત રહ્યા હતા. ૧૮ માઓવાદીગ્રસ્ત મતવિસ્તારોમાં પ્રથમ તબક્કામાં ઉલ્લેખનીયરીતે મતદાન થયું હતું. ભાજપ તરફથી મોદી ઉપરાંત ભાજપ પ્રમુખ અમિત શાહ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીયમંત્રી સ્મમૃતિ ઇરાની સહિતના સ્ટાર પ્રચારકોએ ચૂંટણી પ્રચાર કરીને માહોલ પોતાની તરફેણમાં કરવાના પ્રયાસ કર્યા હતા. છત્તીસગઢમાં મતદાનના પ્રથમ તબક્કામાં ૧૨મી નવેમ્બરના દિવસે રેકોર્ડ મતદાન થયું હતું.૭૬ ટકાથી વધુ મતદાન થયા બાદ ચૂંટણી પંચ અને વહીવટી તંત્ર સંપૂર્ણપણે સંતુષ્ટ છે. હવે આનાથી પણ ઉંચા મતદાનની ખાતરી કરવા તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. આજે જે જિલ્લામાં મતદાન થઇ રહ્યુ છે તે પૈકી કેટલાક જિલ્લામાં નક્સલવાદીઓની હાજરી રહેલી છે. જેમાં ગરિયાબંદ, કબીરધામ, જશપુર અને બલરામપુરનો સમાવેશ થાય છે. કેટલાક પ્રમાણમાં જ્યાં નક્સલવાદીઓની હાજરી છે તે વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારે પ્રમાણમાં ગોઠવી દેવામાં આવી છે. આ વખતે ચર્ચાના કેન્દ્રમાં રહેલા પૂર્વ મુખ્યપ્રધાન અજિત જાગી મારવાહી ખાતેથી ચૂંટણી લડી રહ્યા છે. આજે મતદાન શરૂ થયા બાદ તેમનુ ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયુ થછે. જ્યારે તેમના પÂત્ન રેનુ કોટાથી ચૂંટણી મેદાનમાં છે અને તેમનુ ભાવિ પણ આજે સીલ થયુ હતુ.