રાયપુર : છત્તિસગઢમાં વિધાનસભાની ચૂંટણીમાંકોંગ્રેસ પાર્ટીએ જારદાર સપાટો આજે બોલાવ્યો હતો અને પ્રચંડ બહુમતિ મેળવી હતી.છત્તીસગઢમાં અપેક્ષા કરતા પણ વધુ સારો દેખાવ કોંગ્રેસ પાર્ટીનો રહ્યો છે. કોંગ્રેસપાર્ટીએ અહીં બે તૃતિયાંશ બહુમતિ હાંસલ કરી લીધી છે. છત્તીસગઢમાં છેલ્લા ૧૫ વર્ષથીભાજપનું શાસન ચાલી રહ્યું હતું. મુખ્યમંત્રી રમણસિંહે ચૂંટણી પરિણામ આવ્યા બાદઆખરે પાર્ટીની હાર સ્વીકારી લીધી હતી અને કહ્યું હતું કે, તેમના નેતૃત્વમાં પાર્ટીએ ચૂંટણી લડી હતી જેથી હારની જવાબદારી પણ તેઓપોતે સ્વીકારે છે.
આના માટે તેઓ પ્રજાના ચુકાદાને માથે ચડાવે છે. તેમણે એમ પણકહ્યું હતું કે, છત્તીસગઢમાં છેલ્લા ૧૫ વર્ષથી કામકરવાની તક મળી હતી. લોકોના હિતમાં જે કંઇપણ થયું તે કામ કરી બતાવ્યું છે. તેમણેકહ્યું હતું કે, હવે વિપક્ષમાં રહીને પ્રજાના મુદ્દાઓનેઉઠાવીશું અને જે કંઇપણ પ્રજાની તકલીફ હશે તેને રજૂ કરીશું. મુખ્યમંત્રી તરીકે સેવાકર્યા બાદ વિપક્ષના નેતા તરીકે નવી જવાબદારીમાં કામ કરીશું. આજે સવારે મતગણતરી શરૂથયા બાદ પ્રવાહ મળવાની શરૂઆત થઇ હતી. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે કોંગ્રેસે જારદારબહુમતિ મેળવી લીધી હતી. આ વખતે સ્થાનિક નેતાઓની મહેનત દેખાઇ હતી. બીજી બાજુમુખ્યપ્રધાન રમણસિંહના નેતૃત્વમાં ભાજપ સરકારની સામે શાસન વિરોધી પરિબળની અસર જાવામળી હતી.
છેલ્લા સમાચાર મળ્યા ત્યારે કોંગ્રેસ પાર્ટીએ ૯૦ સીટો પૈકી ૬૬ સીટો પરલીડ મેળવી લીધી હતી. આવી જ રીતે ભાજપની સીટો માત્ર ૧૬ થઇ રહી છે. જા લીડ પરિણામમાંફેરવાઇ જશે તો ભારતીય જનતા પાર્ટીને મોટો ફટકો પડવા જઇ રહ્યો છે. છત્તિસગઢમાંબહુમતિ માટેનો આંકડો ૪૬ રહ્યો છે. જા કે કોંગ્રેસ પાર્ટી આ આંકડા કરતા ખુબ આગળનિકળી ગઇ હતી. કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીએ જારદાર તાકાત લગાવી હતી. જેનો લાભમળ્યો છે. સૌથી વધારે શાસન વિરોધી પરિબળની અસર જાવા મળી છે.