રાયપુર : છત્તિસગઢમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ જારદાર સપાટો બોલાવ્યો છે. આજે મતગણતરી શરૂ થયા બાદ પ્રવાહમળવાની શરૂઆત થઇ હતી. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે કોંગ્રેસે જારદાર બહુમતિ મેળવી લીધી હતી. આ વખતે સ્થાનિક નેતાઓની મહેનત દેખાઇ હતી. બીજી બાજુ મુખ્યપ્રધાનરમણસિંહના નેતૃત્વમાં ભાજપ સરકારની સામે શાસન વિરોધી પરિબળની અસર જાવા મળી હતી.
છેલ્લા સમાચાર મળ્યા ત્યારે કોંગ્રેસ પાર્ટીએ ૯૦ સીટો પૈકી ૬૩ સીટો પર લીડ મેળવી લીધી હતી. આવી જ રીતે ભાજપની સીટો માત્ર ૧૮ થઇ રહી છે. જા લીડ પરિણામમાં ફેરવાઇજશે તો ભારતીય જનતા પાર્ટીને મોટો ફટકો પડવા જઇ રહ્યો છે. છત્તિસગઢમાં બહુમતિ માટેનો આંકડો ૪૬ રહ્યો છે. જો કે કોંગ્રેસ પાર્ટી આ આંકડા કરતા ખુબ આગળ નિકળી ગઇ છે. કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીએ જારદાર તાકાત લગાવી હતી. જેનો લાભ મળ્યો છે. સૌથી વધારે શાસન વિરોધી પરિબળની અસર જાવા મળી છે. બસપને પણ નવ સીટ મળી છે. રમણસિંહ આવખતે અસરકારક દેખાઇ રહ્યા નથી.