નવીદિલ્હી : બિહાર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં આજે છઠ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. તમામની નજર બિહાર ઉપર કેન્દ્રિત રહી હતી. કારણ કે બિહારમાં સ્થિતિ અલગ દેખાઈ હતી. એકબાજુ સમગ્ર ઉત્તર ભારતમાં મહિલાઓ પરંપરાગતરીતે આ તહેવાલને ઉજવવામાં વ્યસ્ત છે ત્યારે બીજી બાજુ બિહારાં તેના ખાસ અંદાજ જાવા મળે છે. મુખ્યપ્રધાન નીતિશ કુમારના આવાસ પર ખુશી અને આનંદ જાવા મળે છે ત્યારે બીજી બાજુ પૂર્વ મુખ્યપ્રધાન અને આરજેડીના નેતા લાલુ યાદવના આવાસ પર સન્નાટો છે. પટણાના સર્ક્યુલર રોડ પર સ્થિત મુખ્યપ્રધાન નીતિશ કુમારના આવાસ પર ખુશીનુ મોજુ છે.
ઘાસચારા કૌભાંડમાં હાલાં જેલની સજા ગાળી રહેલા લાલુ યાદવના આવાસ પર સન્નાટો છે. આના કેટલાક કારણ છે. કોઇ સમય બિહારના રાજકારણમાં ટોપ પર રહેલા લાલુ માટે સ્થિતી અને સમય સાનુકુળ નથી. લાલુના પરિવાર માટે સ્થિતી સારી નથી. એકબાજુ લાલુ જેલની સજા ગાળી રહ્યા છે. બીજી બાજુ તેમના પુત્ર તેજ પ્રતાપ અને પુત્રવધુ એશ્વર્યા વચ્ચેના સંબંધ ખરાબ થયેલા છે. મામલો તલાક સુધી પહોંચી રહ્યો છે. આ મામલો પરિવાર માટે ચિંતાજનક બનેલો છે. આવી સ્થિતીમાં લાલુ યાદવના પત્નિ રાબડી દેવી ખરાબ તબિયતના કારણે છઠ્ઠ પુજામાં ભાગ લઇ રહી નથી.
પરિવારના સુત્રોએ કહ્યુ છે કે તેજ પ્રતાપ અને એશ્વર્યા વચ્ચે ખેંચતાણના કારણે પરિવાર ચિંતાતુર છે. રાબડી દેવી પણ ચિંતાતુર છે. દરેક વર્ષમાં છઠ્ઠ પુજામાં ભાગ લેનાર રાબડી દેવીએ હવે આ વર્ષે પુજામાં ભાગ લઇ રહ્યા નથી. વ્રતની પરંપરામાં પણ ભાગ લઇ રહી નથી. રાબડીદેવી દર વર્ષે છઠ પર્વમાં જારદાર ઉજવણી કરે છે પરંતુ આ વખતે તેજ પ્રતાપ અને એશ્વર્યાના સંબંધોને લઇને હતાશ દેખાયા છે. લાલૂ યાદવના આવાસથી ૧૫૦ મીટરના અંતરે સ્થિત નીતિશકુમારના આવાસ પર ભવ્ય ઉજવણીનો દોર ચાલ્યો હતો. અધિકારીઓ અને રાજનેતાઓનો ધસારો જાવા મળ્યો હતો. છઠ પર્વ પર મોટાભાગે લાલૂ યાદવના આવાસ ઉપર મુખ્ય ઉજવણી થતી આવી છે પરંતુ આ વખતે લાલૂ યાદવના પરિવારમાં છઠ પ્રસંગને લઇને કોઇ ઉત્સાહ દેખાયો ન હતો. ગયા વર્ષ સુધી પટણાના આ આવાસ ઉપર લોકોનો ધસારો રહેતો હતો.