બેસતા વર્ષ નિમિતે નવરંગપુરાના અંબાજી મંદિર ખાતે છપ્પનભોગના અન્નકૂટનુ આયોજન

Rudra
By Rudra 1 Min Read

દિવાળીના તહેવારોની શરૂઆત થઈ ગઈ છે. હિન્દુ ધર્મમાં દિવાળીના પર્વની ઉજવણી હર્ષોલ્લાથી કરવામાં આવે છે. લોકો હિન્દુના સૌથી મોટા તહેવારના વધામણા કરવા માટે નવા નવા કપડા, મીઠાઈઓ અને ઘરને રોશનીથી શણગારી ધામધૂમથી તહેવાર ઉજવે છે. દિવાળીના બીજા દિવસે નવા વર્ષ નિમિતે લોકો એક બીજાને મળી નવા વર્ષના અભિનંદન આપે છે અને મંદિરે પૂજા કરી નવા વર્ષની શરૂઆત કરતા હોય છે.

અમદાવાદીઓ દરેક તહેવારો ધામધૂમથી ઉજવે છે. તહેવારો સાથે પૂજન વિધિનું પણ અનેરું મહત્વ હોય છે. ત્યારે અમદાવાદના શ્રી અંબાજી માતા મંદિર નવરંગપુરા ખાતે બેસતા વર્ષેને લઈને ખાસ આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અંબાજી મંદિર ખાતે છપ્પનભોગના અન્નકુટનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 2-11-2024 ને શનિવારના રોજ મંદિરમાં છપ્પનભોગનો અન્નકૂટ ધરવામાં આવશે. સવારે 5.30 કલાકે આરતી બાદ અન્નકૂટની આરતી 11.30 કલાકે કરવામાં આવશે.

તેથી મંદિર દ્વારા સર્વે ભક્તોને અન્નકૂટના દર્શનનો લાભ લેવા માટે ભાવ ભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે. બેસતા વર્ષે માં અંબાજીના દર્શન કરી તેના અન્નકૂટના દર્શનનો લાભ લેવા પહોંચી જાઓ અંબાજી માતા મંદિર નવરંગપૂરા…

Share This Article