ચેન્નાઈ રાજસ્થાન સામે જીત મેળવવા સંપૂર્ણપણે સુસજ્જ

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

ચેન્નાઈ : ઈન્ડિયન પ્રિમિયર લીગ-૧૨માં  મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈ સુપર કિંગ સતત ત્રીજી મેળવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. રાજસ્થાન રોયલ્સની ટીમનો દેખાવ દિન પ્રતિદિન સુધરી રહ્યો છે પરંતુ આ ટીમ પણ હજુ સુધી અસલ ફોર્મમાં દેખાઈ નથી. આવતીકાલે રવિવાર હોવાથી આઈપીએલમાં બે મેચો રમાશે. જે પૈકી બીજી મેચ આવતીકાલે રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર વચ્ચે રમાશે. આ મેચનું પ્રસારણ રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે. ચેન્નાઈ સુપર તરફથી તમામ ખેલાડીઓ ફોર્મમાં દેખાઈ રહ્યા છે. જેમાં ઈરાન તાહીર અને હરભજનસિંહનો પણ સમાવેશ થાય છે. આ બંને ખેલાડીઓ પણ મેચ વિનર તરીકે ઉભરી આવ્યા છે. સેન વોટશન ઉપર પણ નજર રહેશે. રાજસ્થાન રોયલ્સ કેવો દેખાવ કરે છે તેના ઉપર તમામની નજર રહેશે. ચેન્નાઈમાં ઘરઆંગણે ચેન્નાઈ સુપર હોટ ફેવરિટ ટીમ તરીકે ઉતરશે. બંને ટીમો નીચે મુજબ છે.

રાજસ્થાન રોયલ્સ: રહાણે (કેપ્ટન), વરુણ આરોન, આર્ચર, બિન્ની, આર્યમાન, બટલર, પ્રશાંત ચોપરા, શ્રેયાસ ગોપાલ, કૃષ્ણાપ્પા ગૌત્તમ, ધવન કુલકર્ણી, લિયામ, મહિપાલ, સુદેશન મિથુન, રિયાન પરાગ, શુભમ રંજને, સંજુ સેમસંગ, શશાંકસિંઘ, Âસ્ટવ Âસ્મથ, શોઢી, બેન સ્ટોક, થોમસ, ત્રિપાઠી, ટર્નર, ઉનડકટ, મનન વોરા.

ચેન્નાઇ સુપર: ધોની (કેપ્ટન), આશીફ, બિલિંગ્સ, બિશ્નોઈ, બ્રાવો, ચહર, પ્લેસિસ, ગાયકવાડ, હરભજનસિંહ, ઇમરાન તાહિર, રવિન્દ્ર જાડેજા, કેદાર જાધવ, જગદીશન, મોનુ કુમાર, લુંગીગીડી, સુરેશ રૈના, અંબાતી રાયડુ, સેન્ટનર, કર્ણ શર્મા, મોહિત શર્મા, શોરે, ઠાકુર, વિજય, વોટસન, વિલિ

 

Share This Article