ચેન્નાઇ- પંજાબ વચ્ચે સૌથી રોચક જંગનો તખ્તો તૈયાર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ચેન્નાઇ :  ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૨માં આવતીકાલે ચેન્નાઇ સુપર કિંગ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે જંગ ખેલાનાર છે. આ મેચ હજુ સુધીની સૌથી રોમાંચક ટ્‌વેન્ટી-૨૦ મેચ બની શકે છે. કારણ કે બંને ટીમોએ હજુ સુધી રમેલી તેમની ચાર મેચો પૈકી ત્રણ ત્રણ મેચો જીતી છે અને એક એક મેચમાં હાર થઇ છે. આવી સ્થિતીમાં બંને ટીમો ધરખમ દેખાવ કરવા માટે તૈયાર છે. પંજાબ તરફથી હાલમાં ક્રિસ ગેઇલ જોરદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. જેથી તમામ ચાહકોની નજર તેની બેટિંગ પર કેન્દ્રિત રહેશે. ટીમમાં અન્ય ઉભરતા સ્ટાર પણ જોરદાર દેખાવ કરવા માટે તૈયાર છે. બીજી બાજુ ધોનીની ટીમ છેલ્લી મેચમાં હારી ગયા બાદ ફરી જીતના ટ્રેક પર પરત ફરવા માટે તૈયાર છે. આ મેચનુ પ્રસારણ ચાર વાગેથી કરવામાં આવનાર છે.

આગામી  સપ્તાહો સુધી હવે જારદાર રોમાંચ રહેનાર છે.આઇપીએલ-૧૨માં પણ ટ્‌વેન્ટી વર્લ્ડ કપની જેમ જ  ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જાવા મળી રહી છે. તમામ ટીમોના સ્ટાર ખેલાડીઓ તેમાં ભાગ લઇ રહ્યા છે. કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે.આઈપીએલની શરૂઆત થયા બાદ હવે રોમાંચક મેચોનો દોર લાંબા સમય સુધી ચાલનાર છે જેથી ક્રિકેટ ચાહકોને એક પછી એક દિલધડક મેચો જોવા મળી રહી છે. હજુ સુધી રમાયેલી મેચોમાં પણ ક્રિસ ગેઇલ, ઋષભ પંત, એન્દ્રે રસેલ, ડેવિડ વોર્નર, રસેલ આર્નોડ, મહેન્દ્‌ સિંહ ધોનીતેમજ  સંજુ સેમસન સહિતના અનેક ખેલાડી ધરખમ બેટિંગ કરી ચુક્યા છે. આ ઉપરાંત પ્રતિબંધ બાદ ક્રિકેટમાં પરત ફરેલા ડેવિડ વોર્નરે પણ આવતાની સાથે જ જોરદાર બેટિંગ કરીને પોતાની કુશળતા દર્શાવી ચુક્યો છે. ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જારદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની સુવણ તક છે. બંને ટીમો નીચે મુજબ છે.

ચેન્નાઇ સુપર : ધોની (કેપ્ટન), આશીફ, બિલિંગ્સ, બિશ્નોઈ, બ્રાવો, ચહર, પ્લેસિસ, ગાયકવાડ, હરભજનસિંહ, ઇમરાન તાહિર, રવિન્દ્ર જાડેજા, કેદાર જાધવ, જગદીશન, મોનુ કુમાર, લુંગીગીડી, સુરેશ રૈના, અંબાતી રાયડુ, સેન્ટનર, કર્ણ શર્મા, મોહિત શર્મા, શોરે, ઠાકુર, વિજય, વોટસન, વિલિ

કિંગ્સ ઇલેવન પંજાબ : મયંક અગ્રવાલ, અર્ષદીપ, મુરુગન અશ્વિન, આર. અશ્વિન (કેપ્ટન), અયાચી, કરેન, ગેઇલ, બ્રાર, હેનરીક્સ, શરફરાઝ ખાન, મનદીપસિંહ, મિલર, સામી, રહેમાન, કરુણ નાયર, નાતકંદ, પૂરન, કે. રાહુલ, રાજપૂત, સિમરનસિંઘ, ટાઈ, ચક્રવર્થી, વિલજાયન

Share This Article