ચેન્નાઈ સુપર ટીમની કિંગ્સ ઇલેવન પર રોમાંચક જીત

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ચેન્નાઈ : ચેન્નાઈના ચેપોક મેદાન ઉપર રમાયેલી ઇન્ડિયન પ્રિમિયર લીગની મેચમાં ચેન્નાઈ સુપરે કિંગ્સ ઇલેવન પંજાબ ઉપર સરળ જીત મેળવી હતી. આ જીતની સાથે જ ચેન્નાઈ સુપરની ટીમ ફરી જીતના ટ્રેક ઉપર પરત ફરી છે. લો સ્કોરિંગ મેચમાં ચેન્નાઈ સુપરે ૨૦ ઓવરમાં ૩ વિકેટે ૧૬૦ રન કર્યા હતા. જેના જવાબમાં શક્તિશાળી કિંગ્સ ઇલેવન પંજાબ ૨૦ ઓવરમાં પાંચ વિકેટે માત્ર ૧૩૮ રન કરી શકી હતી. રાહુલે ૫૫ અને ખાને ૬૭ રન બનાવ્યા હતા. ટોસ જીતી ચેન્નાઈ સુપરે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મોડેથી ટીમને આ નિર્ણય ભારે પડ્યો હતો અને ચેન્નાઈ સુપરની ટીમ માત્ર ૧૬૦ રન કરી શકી હતી. કેપ્ટન ધોનીએ અણનમ ૩૭ રન અને રાયડુએ અણનમ ૨૧ રન કર્યા હતા. ડુપ્લેસિસે ૫૪ રન બનાવ્યા હતા. ક્રિસ ગેઇલ આજે કિંગ્સ ઇલેવન તરફથી પાંચ રનમાં આઉટ થયો હતો.

TAGGED:
Share This Article