ચેન્નાઈ ક્વિક ગન્સે અલ્ટીમેટ ખો- ખોમાં પ્રથમ જીત મેળવી, ગુજરાત જાયન્ટ્સે મુંબઈ ખિલાડીને હરાવીને જીતની હેટ્રિક નોંધાવી

KhabarPatri News
By KhabarPatri News 5 Min Read

ચેન્નાઈ ક્વિક ગન્સે તેલુગુ યોદ્ધાઓને હરાવીને અલ્ટીમેટ ખો -ખોની સિઝન -૧માં તેની પ્રથમ જીત મેળવી છે.  જ્યારે બુધવારે  શ્રી શિવ છત્રપતિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ મહાલુંગે- પુણે, મહારાષ્ટ્ર  ખાતે ગુજરાતે મુંબઈ ખિલાડીઓને હરાવીને જીતની હેટ્રિક નોંધાવી છે.

રામજી કશ્યપના ઓલરાઉન્ડ પ્રદર્શનથી ચેન્નાઈ ક્વિક ગન્સે ૬ પોઈન્ટ જીતીને પ્રથમ જીત મેળવી છે. જ્યારે  બીજી તરફ રંજન શેટ્ટીની આગેવાનીમાં ગુજરાત જાયન્ટ્સે મુંબઈ ખિલાડી સામે 18 પોઈન્ટથી સતત બીજી જીત નોંધાવી હતી.  આ પહેલા તેઓએ લીગ ઓપનરમાં મુંબઈ ખિલાડીસને ૨૫ પોઈન્ટથી હરાવ્યું હતું.

રામજી કશ્યપે ચેન્નાઈ ક્વિક ગન્સ માટે જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું.  તેમણે ડિફેન્સમાં માત્ર ૨ મિનિટ અને ૩૨ સેકન્ડનો સમય જ વિતાવ્યો ન હતો, પરંતુ ૧૮ પોઈન્ટ પણ મેળવ્યા હતા જેથી તેમની ટીમ પ્રથમ વખતમાં ત્રણ પોઈન્ટ મેળવી લીધા હતા. તેઓએ ૬ વિરોધી ડિફેન્ડર્સને પકડ્યા કારણ કે તેમાંથી ચાર આકર્ષક સ્કાય ડાઇવ્સનો પણ સમાવેશ થાય છે.પી.નરસૈયાએ પણ વિજેતા ટીમ માટે આઠ પોઈન્ટ મેળવ્યા હતા.

તેલુગુ યોદ્ધા માટે  આ પ્રથમ હાર હતી, જેમણે પ્રથમ દિવસે ચેન્નાઈ ક્વિક ગન્સ સામેની એક સહિત પ્રથમ બે ગેમ જીતીને મેચમાં પ્રવેશ કર્યો હતો.

તેલુગુ યોદ્ધા માટે અરુણ ગુંકીએ પાંચ ખેલાડીઓને આઉટ કરીને ૧૩ પોઈન્ટ મેળવ્યા હતા જ્યારે રોહન શિંગાડેએ ૧૧ પોઈન્ટ કર્યા હતા.

આ પ્રથમ દિવસની પ્રથમ મેચમાં ગુજરાત જાયન્ટ્સના સુકાની રંજને શાનદાર પ્રદર્શન કરીને ૬ પોઈન્ટ મેળવીને ટીમને આગળ લાવવા નેતૃત્વ કર્યું હતું. એટલુ જ નહિ વિનાયક પોકાર્ડે અને નિલેશ પાટીલે પણ અનુક્રમે આઠ અને સાત પોઈન્ટ ઉમેર્યા હતા. શાનદાર પ્રદર્શન માટે રંજનને બેસ્ટ એટેકર ઓફ ધ મેચ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.

તેમણે બર્મિંગહામમાં તાજેતરમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં પુરૂષોની ૩૦૦૦ મીટર સ્ટીપલ ચેસમાં ઐતિહાસિક સિલ્વર મેડલ જીતનાર મેચના ખાસ મહેમાન અવિનાશ સાબલે પાસેથી એવોર્ડ મેળવ્યો હતો. સાબલે પણ લીગની રોમાંચક મેચનો આનંદ માણ્યો હતો.

મુંબઈ ખિલાડીના દુર્વેશ સાલુંકેએ તેની ટીમ માટે ૧૧ પોઈન્ટ મેળવીને સૌને પ્રભાવિત કર્યા હતા. તેમણે અલ્ટીમેટ ખો ઓફ ધ મેચ એવોર્ડથી નવાજવામાં પણ આવ્યા હતા. જ્યારે ગુજરાતના સુયશ ગરગેટને બેસ્ટ ડિફેન્ડર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.

 ગુજરાત જાયન્ટ્સે તેમના બે વઝીરો અક્ષય ભાંગરે અને અભિનંદન પાટીલને સક્રિય કરીને પાવરપ્લે સાથે મેચની શરૂઆત કરી હતી.  આ નિર્ણય ફળ્યો પણ હતો કારણ કે તેઓએ મુંબઈ ખિલાડીઓની પ્રથમ બેચને બરતરફ કરી દીધી, જેમાં સુકાની વિજય હજારે, રોહન કોરે અને વિસાગ એસનો સમાવેશ માત્ર બે મિનિટ અને સાત સેકન્ડમાં થયો હતો.

રંજન અને પોકાર્ડેએ બે વિપક્ષી ડિફેન્ડરોને આઉટ કર્યા સાથે, ગુજરાત જાયન્ટ્સે એકંદરે ૧૦ ડિફેન્ડર્સને પકડીને ૨૫-૦ની લીડ પર પ્રથમ સાત મિનિટ પૂરી કરી.

બીજી તરફ, મુંબઈએ પણ પાવરપ્લે સાથે  શરૂઆત કરી અને પ્રથમ વિરોધી બેચને આઉટ કરવામાં માત્ર ૧ મિનિટ અને ૩૦ સેકન્ડનો સમય લીધો હતો. જેમાં ગજાનન શેંગલે પ્રથમ બેને આઉટ કર્યા. જેમાં પ્રથમ પોકાર્ડે અને પછી મરેપ્પાએ શાનદાર પોલ ડાઈવનો પા સમાવેશ થાય છે.
આ ઉપરાંત સાલુંકેએ બેચના અંતિમ ખેલાડી અક્ષય ભાંગરેને પોલ ડાઈવ દ્વારા આઉટ કર્યો હતો.

સાલુંકેએ ચાર ડિફેન્ડર્સને આઉટ કરીને મુંબઈ ખિલાડી માટે ૧૧ પોઈન્ટ મેળવ્યા હતા જેમાં ૩ અદભૂત ડાઈવ્સનો પણ સમાવેશ થાય છે.

ઇનિંગ્સના વિરામ સમયે ૨ મિનિટ અને ૩૦ સેકન્ડ કરતાં વધુ સમય વિતાવીને ગારગેટે ગુજરાત માટે બે બોનસ પોઈન્ટ મેળવ્યા સાથે સ્કોર ૨૭ -૨૭ પર બંધ રહ્યો હતો.

ગુજરાત જાયન્ટ્સે બીજા દાવની શરૂઆત વધુ આક્રમકતા સાથે કરી હતી કારણ કે તેણે તેના સ્કોરમાં પ્રભાવશાળી ૩૭ પોઈન્ટ ઉમેર્યા હતા, તેમના તરફથી નિલેશ પાટીલે ત્રણને આઉટ કર્યા હતા.

મુંબઈએ વાપસી કરવાના પ્રયાસમાં પોતાનું સર્વસ્વ આપ્યું પરંતુ અંતિમ સાત મિનિટમાં માત્ર ૨૧ પોઈન્ટ જ નોંધાવવામાં સફળ રહી. આમ  ગુજરાત જાયન્ટ્સે મુંબઈ ખિલાડીઓ સામે સરળતાથી જીત મેળવી લીધી હતી..

ખો- ખો ફેડરેશન ઓફ ઈન્ડિયાના સહયોગથી અમિત બર્મન દ્વારા પ્રમોટ કરાયેલી ભારતની પ્રથમ ફ્રેન્ચાઈઝી આધારિત ખો- ખો લીગનું સોની સ્પોર્ટ્સ નેટવર્ક SONY TEN 1 (અંગ્રેજી), SONY TEN 3 (હિન્દી અને મરાઠી) TEN 4 (તેલુગુ અને તમિલ) તેમજ SonyLIV પર આમ  પાંચ ભાષાઓમાં જીવંત પ્રસારણ આવી રહ્યું છે.

 ચેન્નાઈ ક્વિક ગન્સ, ગુજરાત જાયન્ટ્સ, મુંબઈ ખિલાડીસ, ઓડિશા જગરનોટ્સ, રાજસ્થાન વોરિયર્સ અને તેલુગુ યોદ્ધાસ એ છ ફ્રેન્ચાઈઝી છે જે ૨૨ દિવસના સમયગાળામાં આ ટાઇટલ માટે લડી રહી છે.

Share This Article