રાયપુર: છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં જનતા કોંગ્રેસ છત્તીસગઢ, ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી, બહુજન સમાજ પાર્ટીના ગઠબંધન બાદ ત્રીજા મોરચાની રચના કરવામાં આવી છે. હવે જનતા કોંગ્રેસ છત્તીસગઢના અધ્યક્ષ અજીત જાગીના પુત્ર અમિત જાગીએ કહ્યું છે કે, ગઠબંધનના સ્ટાર પ્રચારક હોવાના કારણે અજીત જોગી પોતે વિધાનસભાની ચૂંટણી લડશે નહીં. રાજ્યમાં ચૂંટણી પ્રચાર ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરશે.
આજે અજીત જોગીના પુત્ર અમિત જાગીએ કહ્યું હતું કે, જેસીસી વડા અજીત જાગી વિધાનસભા ચૂંટણી લડશે નહીં. જ્યારે બહુજન સમાજ પાર્ટી અને સીપીઆઈના નેતાઓ માટે પ્રચાર કરશે. ૯૦ સીટો ઉપર પ્રચાર કરવાની યોજના છે. ૯૦ સીટો ઉપર પ્રચારની સાથે સાથે પોતાની સીટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની બાબત સરળ દેખાતી નથી. પહેલા કોંગ્રેસમાં રહી ચુકેલા અજીત જોગી છત્તીસગઢના પહેલા મુખ્યમંત્રી તરીકે રહી ચુક્યા છે. રમણસિંહના હાથમાં એક વખતે સત્તા ગુમાવી દીધા બાદ અજીત જોગી ફરીવાર સત્તામાં આવી શક્યા નથી.