ચાર્લિઝ થેરોન બ્રાડ પીટના પ્રેમમાં છે : હેવાલમાં દાવો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

લોસએન્જલસ : હોલીવુડની સુપરસ્ટાર અભિનેત્રી ચાર્લિઝ થેરોન હાલમાં બ્રાટ પીટના પ્રેમમાં હોવાના અહેવાલ મળ્યા છે. બ્રાડ પીટ અને ચાર્લિઝ થેરોન હાલના સમયમાં એક સાથે નજરે પડ્યા હતા. એકબીજા સાથે ડેટિંગ પર હોવાના અહેવાલ મળી રહ્યા છે. ચાર્લિઝ થેરોન સીન પેન સાથે સંબંધ તોડી ચુકી છે. જાણકાર લોકોનું કહેવું છે કે, છેલ્લા ઘણા સમયથી બ્રાડ પીટ અને થેરોન એક સાથે નજરે પડી રહ્યા છે. એન્જેલિના જાલી સાથે તેના સંબંધોનો અંત આવ્યા બાદથી બ્રાડ પીટ પ્રથમ વખત ગંભીર દેખાઈ રહ્યો છે. આ અભિનેતાએ અગાઉ જેનિફર એનિસ્ટન સાથે લગ્ન કર્યા હતા. હાલમાં જ એક ફિલ્મમાં ચાર્લિઝ થેરોન સાથે ભાગ લીધા બાદ લોસએન્જલિસમાં બ્રાડ પીટ ૪૩ વર્ષીય થેરોન સાથે નજરે પડ્યો હતો.

જાણકાર લોકોનું કહેવું છે કે, એક પાર્ટીમાં પણ આ બંને સામેલ થયા હતા. ક્રિસમસની આસપાસ તેમની વચ્ચે સંબંધોની શરૂઆત થઇ હતી. થોડાક સમય લોસએન્જલસમાં, કેલિફોર્નિયામાં ગાળવામાં આવ્યો હતો. છેલ્લા એક મહિનાથી એકબીજાના સંપર્કમાં હોવાના અહેવાલ મળી રહ્યા છે. મિત્રતા તેમની વચ્ચે ઘણા સમયથી રહેલી છે. સીન પેનના કારણે તેમની વચ્ચેની મિત્રતા મજબૂત બની હતી. જા કે, બ્રાડ પીટ અને થેરોન તરફથી હજુ સુધી કોઇ વાત કરવામાં આવી નથી. ઓસ્કોર વિજેોતા અભિનેત્રી ચાર્લિઝ થેરોન બે દેશોની નાગરિકતા ધરાવે છે. તે એકમાત્ર એવી અભિનેત્રી છે જે ઓસ્કાર એવોર્ડ જીતનાર આફ્રિકી અમેરિકી અભિનેત્રી છે. બ્રિટનના અખબાર સન દ્વારા આ અંગેના અહેવાલ આપવામાં આવ્યા છે.

Share This Article