૨૯મી જૂન ૨૦૨૪થી શરૂ થતી ચારધામની યાત્રા માટે જવા માંગતા યાત્રાળુઓનું ઓનલાઈન, ઓફલાઈન રજિસ્ટ્રેશન શરૂ

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

ઉત્તરાખંડ રાજ્યમાં આવેલ પવિત્ર ચાર ધામના દર્શને જવા માટે છ મહિનાથી જાેવાઈ રહેલી આતુરતાનો હવે અંત આવવાનો સમય આવી ગયો છે. ચાર ધામ યાત્રા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ઉત્તરાખંડ ટુરીઝમની સત્તાવાર વેબસાઇટ પરથી ચાર ધામ યાત્રા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકાય છે. આ સિવાય યાત્રાળુઓ વોટ્‌સએપ અને ટોલ ફ્રી નંબર દ્વારા પણ પોતાની યાત્રા અંગે રજિસ્ટ્રેશન કરાવી શકશે.

તીર્થયાત્રીઓની મદદ માટે ઉત્તરાખંડ પ્રવાસન વિકાસ પરિષદની ઓફિસમાં કોલ સેન્ટર ફણ ચલાવવામાં આવશે. આ ઉપરાંત આ વખતે ઋષિકેશ ચાર ધામ યાત્રા ટ્રાન્ઝિટ કેમ્પમાં, ચારધામની યાત્રા માટે જરૂરી રજિસ્ટ્રેશન માટે ૮ કાઉન્ટર પણ બનાવવામાં આવ્યા છે. ઉત્તરાખંડને દેવોની ભૂમિ કહેવામાં આવે છે. અહીં હિમાલય પર્વતમાળામાં હિંદુ ધર્મના ચાર પવિત્ર તીર્થસ્થળો આવેલા છે. જેને ચાર ધામ કહેવામાં આવે છે. આ ચાર ધામ ઉત્તરાખંડ રાજ્યના ગઢવાલ વિભાગના ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ અને ચમોલી જિલ્લામાં આવેલા છે. આ સર્કિટમાં ચાર ધામ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી આવેલ છે. તેમાંથી બદ્રીનાથ ધામ એ ભારતના મુખ્ય ચાર ધામોનું ઉત્તરીય ધામ પણ મનાય છે. ઊંચાઈ પર આવેલું આ મંદિર વર્ષમાં લગભગ ૬ મહિના સુધી બંધ રહે છે. આ મંદિરો દર વર્ષે ઉનાળામાં ખુલે છે અને વરસાદની ઋતુ પછી શિયાળાની શરૂઆત થતા જ બંધ થાય છે. ચારધામના દરવાજા આશરે છ મહિના માટે યાત્રીકો માટે ખુલ્લા રહે છે. આ ૬ મહિના દરમિયાન દેશ અને દુનિયામાંથી ભક્તો ચાર ધામના દર્શન કરવા આવે છે. 

ચાર ધામ યાત્રા યમુનોત્રીથી શરૂ થાય છે, પછી ગંગોત્રી તરફ આગળ વધે છે. આ પછી કેદારનાથના દર્શન કર્યા બાદ ચાર ધામ યાત્રા બદ્રીનાથ ધામના દર્શન સાથે સમાપ્ત થાય છે. કેટલાક ભક્તો કેદારનાથ અને બદ્રીનાથ ધામમાં જ જાય છે. ઉત્તરાખંડના ચાર ધામ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે. આ ચારેય ધામોના દરવાજા મે મહિનામાં ખુલશે. કેદારનાથના દરવાજા ૧૦ મે ૨૦૨૪ના રોજ ખુલશે. યમુનોત્રી અને ગંગોત્રીના દરવાજા પણ ૧૦ મેના રોજ ખુલશે. જ્યારે બદ્રીનાથ ધામના દરવાજા આગામી ૧૨મી મેના રોજ ખુલશે. યાત્રાળુઓ વેબસાઇટ, મોબાઈલ એપ, વોટ્‌સએપ અને ટોલ ફ્રી નંબર દ્વારા તેમની યાત્રાની નોંધણી કરાવી શકશે. આ માટે યાત્રાળુએ ઉત્તરાખંડ પ્રવાસન વિભાગની સત્તાવાર વેબસાઈટ પર લોગઈન કરીને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

 નોંધણી માટે, તમે વોટ્‌સએપ નંબર – ૮૩૯૪૮૩૩૮૩૩ પર મેસેજ ‘યાત્રા’ મોકલીને પણ નોંધણી કરાવી શકો છો. આ ઉપરાંત, પ્રવાસન વિભાગના ટોલ ફ્રી નંબર – ૦૧૩૫-૧૩૬૪ પર કૉલ કરીને નોંધણી કરવાની સુવિધા પણ છે. મોબાઈલ એપ દ્વારા પણ રજિસ્ટ્રેશન કરાવી શકાશે. પ્રવાસ નોંધણી સંબંધિત કોઈપણ માહિતી મેળવવા માટે, ઉત્તરાખંડ પ્રવાસન વિકાસ પરિષદના કાર્યાલયમાં એક કોલ સેન્ટર શરૂ કરવામાં આવશે, જેના પર સવારે ૭ થી રાત્રીના ૧૦ વાગ્યા સુધી કોલ કરીને નોંધણી સંબંધિત માહિતી મેળવી શકાય છે.  અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે કોઈ પણ ધામ માટે તીર્થયાત્રીઓની સંખ્યા મર્યાદિત નથી કરાઈ.

Share This Article