દહેરાદુન: ચાર ધામની યાત્રા ફરી એકવાર ગતિ પકડી રહી છે. મોનસુનની શરૂઆત બાદ જુન બાદ તેની ગતિ ધીમી પડી ગઇ હતી. ઓછા શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા હતા. જા કે હવે ફરી એકવાર શ્રદ્ધાળુઓનો ધસારો જાવા મળી રહ્યો છે. બદરીનાથ અને હેમકુન્ડ સાહિબની આસપાસ વરસાદ હજુ જારી રહ્યો છે. જેના કારણે વાતાવરણમાં ચોક્કસપણે ઠંડક છે. જા કે મોનસુનની તીવ્રતા ઘટી ગયા બાદ હવે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ નજરે પડી રહ્યા છે. બદરીનાથ ધામમાં ગુરૂવારના દિસે ૨૬૪૫ જેટલા શ્રદ્ધાળુઓ પહોંચી ગયા હતા.
હજુ સુધી ૮૭૪૫૧૩ શ્રદ્ધાળુઓદ્વારા ભગવાન બદરીનાથના દર્શન કર્યા છે. માતા મુર્તિ મેળા માટે ધામમાં શ્રદ્ધાળુઓની સંખ્યા એકાએક વધી ગઇ છે. દેશના જુદા જુદા ભાગોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. ગોપેશ્વરની સાથે નંદપ્રયાગમાં પણ વરસાદ થયો છે. હાલમાં ભારે વરસાદના કારણે ગંગોત્રી અને યમનોત્રી માર્ગ પર ભેખડો ઘસી પડવાના બનાવો બન્યા હતા. જો કે હવે સ્થિતીમાં સુધારો થયો છે. ગંગોત્રીમાં ૧૯મી સપ્ટેમ્બરના દિવસે ૧૭૯૯ શ્રદ્ધાળુઓ નોંધાયા હતા. હાઇવે પર વાહનોની અવર જર ફરી શરૂ કરી દેવામાં આવી છે. યમનોત્રી ધામમાં ૧૯મી સપ્ટેમ્બરના દિસે ૧૬૨૮ શ્રદ્ધાળુઓ નોંધાયા હતા. હજુ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. ભારતના શ્રદ્ધાળુઓ માટે ચાર ધામની યાત્રા ખાસ મહત્વ રાખે છે. દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાઓ પહોંચે છે.