આંધ્રપ્રદેશ : રાજકીય લડાઇ વચ્ચે ચન્દ્રબાબુ નજર કેદમા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમરાવતી : આંધ્રપ્રદેશમાં વર્તમાન વાયએસઆરસીપી સરકાર અને પૂર્વ મુખ્યપ્રધાન ચન્દ્રબાબુ નાયડુની પાર્ટી વચ્ચે ખેંચતાણ વધવાના સંકેત દેખાઇ રહ્યા છે. પૂર્વ મુખ્યપ્રધાન નાયડુ  પાર્ટી કાર્યકરો અને નેતાઓની સાથે ગન્ટુર જિલ્લામાં સરકાર વિરોધી રેલી કરનાર હતા પરંતુ તે પહેલા જ તેમને અટકાયતમાં લઇ લેવામાં આવ્યા હતા. રેલીની મંજુરી ન મળતા તેઓએ ભુખ હડતાળ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ તેમને અને તેમના પુત્ર નર લોકેશને તેમના ઘરમાં જ નજર કેદમાં પકડી લેવામાં આવ્યા છે. રાજ્યમાં બંને પાર્ટી વચ્ચે ખેંચતાણ સતત વધી રહી છે.

ટીડીપી દ્વારા આજે બુધવારના દિવસે ગુન્ટુરના પલનાડુ ખાતે ચલો આત્મકુરુ રેલી યોજવાની તૈયારી કરી હતી. પાર્ટી દ્વારા સરકાર પર રાજકીય હિંસા ફેલાવવાનો આરોપ કરી રહી છે. જા કે આંધ્રપ્રદેશ પોલીસ દ્વારા પાર્ટીની રેલીને મંજુરી આપી ન હતી. રાજ્યમાં કલમ ૧૪૪ લાગુ કરી દીધી હતી. પોલીસે રાજ્યના અનેક ટીડીપી નેતાઓને બાનમાં પકડી લીધા હતા. રેલીની મંજુરી આપવામાં ન આવતા ટીડીપીના કાર્યકરોએ હિંસા કરવાના પ્રયાસ કર્યા હતા.

નાયડુને નજર કેદમાં પકડી લેવામાં આવ્યા હતા. પોલીસે જોરદાર નારેબાજી પણ કરી હતી. પોલીસ સાથે ઝપાઝપી પણ થઇ છે. હાલમાં યોજાયેલી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં ચન્દ્રબાબુ નાયડુની પાર્ટીને મોટો ફટકો પડ્યો હતો. કારણ કે તેમની પાર્ટીની ચૂંટણીમાં કારમી હાર થઇ હતી. ચન્દ્રબાબુ નાયડુ ચૂંટણી પહેલા મોદી વિરોધ મોરચાને મજબુત કરવામાં લાગેલા હતા. તેમની હાલત હવે ખરાબ થઇ ગઇ છે. આંધ્રપ્રદેશમાં હવે જોરદાર રાજકીય ગતિવિધી શરૂ થઇ છે.

Share This Article