નવી દિલ્હી : દેશના અમુક રાજ્યોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે, ક્યાંક હિટવેવ નું એલર્ટ તો ક્યાંક ભારે પવન અને કમોસમી વરસાદની આગાહી ના કરને ખેડૂતોની ચિંતામાં પણ વધારો કર્યો છે, ભારતીય હવામાન વિભાગ (IMD) એ ૧૬મી એપ્રિલ સુધીના નવીનતમ હવામાન અપડેટ જાહેર કર્યા છે.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ, પશ્ચિમી વિક્ષોભની અસરને કારણે ૧૬મી એપ્રિલ સુધી ઉત્તર-પશ્ચિમ ભારતમાં વાવાઝોડા, વીજળી, ભારે પવન અને કરા સાથે વરસાદની શક્યતા છે. પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં વાવાઝોડા, વીજળી અને ભારે પવન (૪૦-૫૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે) સાથે વરસાદ થવાની શક્યતા છે. ઉત્તરપશ્ચિમ ભારત, મધ્ય ભારત અને પૂર્વ ભારતના મેદાની વિસ્તારોમાં વાવાઝોડા, વીજળી અને ભારે પવન (૪૦-૫૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે) સાથે વરસાદની શક્યતા છે. જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. કેમ કે કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે.
તા. ૧૨-૧૩ એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં વાવાઝોડા, વીજળી અને ભારે પવન (૩૦-૪૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે) સાથે વરસાદ પડવાની શક્યતા છે. બિહાર, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, હરિયાણા, પૂર્વ ઉત્તર પ્રદેશ, ઉત્તર છત્તીસગઢ, પૂર્વ મધ્ય પ્રદેશ, ઝારખંડ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, પશ્ચિમ રાજસ્થાનમાં કેટલાક સ્થળોએ ધૂળની વાવાઝોડાની શક્યતા છે. ૫૦-૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા હળવો વરસાદ પડી શકે છે.
તેમજ હવામાન વિભાગના જણાવ્યાનુસાર, રાજસ્થાન, દક્ષિણ હરિયાણા, ગુજરાત, મધ્ય પ્રદેશમાં ગરમ પવન ફૂંકાય તેવી શક્યતા છે. ૧૪થી ૧૬ એપ્રિલ દરમિયાન પશ્ચિમ રાજસ્થાનમાં અને ૧૬મી એપ્રિલે પૂર્વી રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં ગરમ પવન ફૂંકાઈ શકે છે. ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન જોવા મળી શકે છે.