બેંગલોર : ભારતીય સ્પેસ એજન્સી ઇસરોએ ચંદ્રયાન-૨ની સફળ લોન્ચિંગની સાથે જ એક નવો ઇતિહાસ રચી દીધો હતો. હવે ચન્દ્ર પર ઉતરાણ માટે કાઉન્ટડાઉન જારી છે. લોન્ચિંગ બાદ હવે આને ચંદ્રની સપાટી ઉપર ઉતારવાના સૌથી મોટા મિશનની અંતિમ શરૂઆત થઇ ચુકી છે. ચંદ્રની સપાટીને સ્પર્શ કરતા પહેલા કઇ પ્રક્રિયાઓ આગળ વધશે તે નીચે મુજબ છે.
- ધરતી અને ચંદ્રની વચ્ચે અંતર ૩ લાખ ૮૪ હજાર કિલોમીટરછે
- ચંદ્રયાન-૨માં લેન્ડર-વિક્રમ અને રોવર-પ્રજ્ઞાન લોન્ચિંગ બાદ છેક ચંદ્ર સુધી જશે
- ચંદ્રની સપાટી ઉપર ઉતારવાના ચાર દિવસ પહેલા વિક્રમ ઉતરવાવાલી જગ્યાની ચકાસણી કરીને ખાતરી કરશે અને લેન્ડર યાન ડીબુસ્ટ થશે
- વિક્રમ સપાટીની નજીક પહોંચશે અને ઉતરવાવાળી જગ્યાને સ્કેન કરશે ત્યારબાદ લેન્ડિંગની પ્રક્રિયા શરૂ થશે
- લેન્ડિંગ બાદ લેન્ડર વિક્રમનો દરવાજા ખુલી જશે અને રોવરને રિલીઝ કરશે
- રોવરને બહાર નિકળવામાં આશરે ચાર કલાકનો સમય લાગશે ત્યારબાદ વૈજ્ઞાનિક પરીક્ષણ માટે ચંદ્રની સપાટી ઉપર નિકળી જશે અને ૧૫ મિનિટની અંદર જ ઇસરોને લેન્ડિંગના ફોટાઓ મોકલવાની શરૂઆત કરશે