૧૫મી ઓગષ્ટ ૧૯૬૯ના દિવસે ભારતીય અંતરિક્ષ સંસ્થા એટલે કે ઇસરોની રચના કરવામા આવી હતી. આ એક મહત્વપૂર્ણ શરૂઆત કરવામાં આવી હતી. અંતરિક્ષના ક્ષેત્રમાં મેદાન મારવા માટેની દિશામાં ભારત દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. ભારતનુ આ પગલુ ઐતિહાસિક રહ્યુ હતુ.
આજે દુનિયાની તમામ ટોચની અંતરિક્ષ સંસ્થામાં ઇસરો સ્થાન ધરાવે છે. તેના મિશન સતત જારી હોય છે. ચન્દ્રયાન-૨ મિશન બાદ તેના નવા મિશન પર કામ શરૂ કરાશે. તેના આગામી તબક્કામાં અને ટાર્ગેટમાં હવે મંગળ અને શુક્ર ગ્રહ રહેશે. સુર્યની નજીક પહોંચવા માટેની પણ મહત્વકાક્ષી યોજના ઇસરો દ્વારા તૈયાર કરવામાં આવી ચુકી છે. અંતરિક્ષ સંસ્થા ઇસરોની એકપછી એક સિદ્ધીને લઇને ભારતની સાથે સાથે દુનિયાના દેશો પણ તેની પ્રવૃતિને લઇને ઉત્સુક રહે છે.
ઇસરો દ્વારા પ્રથમ તૈયાર કરવામાં આવેલા સેટેલાઇટ આર્યભટ્ટને ૧૯મી એપ્રિલ ૧૯૭૫ના દિવસે લોંચ કરવામાં આવ્યા બાદ એક પછી એક સિદ્ધી હાંસલ કરી છે. અર્થશાસ્ત્રી આર્યભટ્ટના નામ પર તેનુ નામ રાખવામાં આવ્યુ હતુ. વર્ષ ૧૯૮૦માં ભારતીય બનાવટવાળા લોંચ વ્હીકલ એસએલવી-૩ મારફતે રોહિણીને પરિભ્રમણ કક્ષામાં મુકવામાં સફળતા મળી હતી.
ઇસરોએ સૌથી પહેલા રોહિણી ઉપગ્રહને સફળતાપૂર્વક પરિભ્રમણ કક્ષામાં મુકવામાં સફળતા મેળવી લીધા બાદ આગળના પ્રોજેક્ટ પર કામ શરૂ કરવામાં આવ્યુ હતુ. લુનાર ઓર્બિટર ચન્દ્રયાન-૧ને પણ સફળ રીતે હાથ ધરવામાં સફળતા મળી હતી. ૧૫મી ફેબ્રુઆરી ૨૦૧૭ના દિવસે ઇસરોએ ૧૦૪ ઉપગ્રહ એક સાથે લોંચ કરીને વિશ્વમાં ડંકો વગાડી દીધો હતો. માર્શની સપાટી પર પહોંચનાર ઇસરો દુનિયાની સૌથી અને એશિયાની પ્રથમ સંસ્થા બની ગઇ છે.