દેશના મહત્વકાંક્ષી મિશન મુનને પૂર્ણ કરવા માટે ચન્દ્રયાન-૨ તૈયાર છે. લોન્ચ પહેલા હાલમાં અંતિમ ચકાસણી ચાલી રહી છે. ચન્દ્રયાન-૨ને લઇ જનાર જીએસએલવી માર્ક -૩ની શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે અંતિમ ચકાસણી ચાલી રહી છે. ઇસરો દ્વારા ૧૫મી જુલાઇના દિવસે રાત્રે ૨.૫૧ વાગે ચન્દ્રયાન લોંચ કરી લેશે. ભારતમાં જ નહીં બલ્કે સમગ્ર વિશ્વમાં વૈજ્ઞાનિકો અને દેશો આ સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છે. ભારતીય વૈજ્ઞાનિકોની કુશળતા ફરી એકવાર પુરવા થનાર છે. ઇસરો પર તમામની નજર છે. એક પછી એક ઐતિહાસિક સિદ્ધી હાંસલ કરી લીધા બાદ ઇસરો વધુ એક મોટી સિદ્ધી હાંસલ કરવા માટે તૈયાર અને ઉત્સુક છે.
ઇસરોના કહેવા મુજબ છઠ્ઠી સપ્ટેમ્બરના દિવસે ચન્દ્રના દક્ષિણ ધ્રુવ પર ચન્દ્રયાન ઉતરાણ કરી લેશે. જીએસએલવીની ઉડાણથી પહેલા તેના તમામ સાધનોની ખુબ જ ઉંડી ચકાસણી ચાલી રહી છે. ગંભીરતાપૂર્વક ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. તેના તમામ પાસા પર ઉંડી ચકાસણી કરવામાં આવી રહી છે. જીએસએલવીને લોંચ કરવા માટે ઇસરોની પાસે માત્ર ૧૦ મિનિટનો સમય રહેશે. આજ કારણસર રાત્રે ૨.૫૧ થી લઇને ૩.૦૧ વચ્ચે ઇસરો ચન્દ્રયાનને રવાના કરનાર છે. ઇસરોના કહેવા મુજબ ચન્દ્રયાન-૨માં ૩ મોડ્યુલ આર્ટિબર, લેન્ડર(વિક્રમ) અને રોવર ( પ્રજ્ઞાન ) સામેલ છે.
જીએસએલવી માર્ક-૩ ચન્દ્રયાન -૨ ઓર્બિયર તેમજ લેન્ડરને ધરતીની પરિભ્રમણ કક્ષામાં સ્થાપિત કરશે. ત્યારબાદ તેને ચન્દ્રની સપાટીપર પહોંચાડી દેવામાં આવનાર છે. ચન્દ્રની કક્ષામાં ચન્દ્રયાન-૨ પહોંચી ગયા બાદ લેન્ડર તેમાંથી બહાર નિકળીને ચન્દ્રની સપાટી પર ધીમી ગતિથી સોફ્ટ લેન્ડિંગ કરનાર છે. ચન્દ્રની ધરતી પર સોફ્ટ લેન્ડિગ કરવામાં આવ્યા બાદ રોવર તેમાંથી બહાર નિકળશે અને ચાલીને જુદા જુદા પ્રયોગોને અંજામ આપનાર છે. ઇસરોને આશા છે કે ભારતના ચન્દ્રયાન છઠ્ઠી સપ્ટેમ્બરના દિવસે ચન્દ્ર પર પગલુ મુકી દેશે. અત્રે નોંધનીય છે કે ચન્દ્રયાન-૨ના કેટલાક ટેસ્ટ પૂર્ણ ન થવાના કારણે તેને પહેલા લોંચ કરવામાં સફળતા મળી ન હતી. ભારતના પ્રથમ ચન્દ્રયાનની સાથે રોવર અને લેન્ડર ન હતા. આ વખતે તેમને પણ મિશનના હિસ્સા તરીકે રાખવામાં આવ્યા છે. ઇસરોએ ચન્દ્રયાન-૨ને પહેલા વર્ષ ૨૦૧૭માં અને ત્યારબાદ ૨૦૧૮માં લોંચ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
જો કે આ બાબત શક્ય બની શકી ન હતી. ઇસરોના ચેરમેન ડોક્ટર કે સિવાને હાલમાં કહ્યુ હતુ કે ઇસરો હવે વહેલી તકે આને લોંચ કરવાના પ્રયાસમાં છે. ચન્દ્રયાન-૨માં ખાસ બાબતો શુ છે તે અંગે પુછવામાં આવે તો કહી શકાય છે કે સૌથી પહેલા તો ચન્દ્રયાન-૨નુ વજન ૩૨૯૦ કિલોગ્રામ છે. ચન્દ્રની સપાટીમાં પ્રવેશ કરવામાં આવ્યા બાદ તેના ઓર્બિટર, લેન્ડરથી અલગ થઇ જશે. ત્યારબાદ ેન્ડર ચન્દ્રમાંની સપાટી પર ઉતરાણ કરનાર છે. ત્યારબાદ રોવર તેનાથી અલગ થઇ જશે. ઓર્બિટર કેટલાક સંવેદનશીલ સાધનો, કેમેરા, અને સેન્સરથી સજ્જ છે. આવી જ રીતે રોવર પણ આધુનિક સાધનોથી સજ્જ છે. આ બંને મળીને ચન્દ્રમાંની સપાટી પર મળનાર મિનરલ અને અન્ય પદાર્થોના સંબંધમાં ડેટા મોકલશે. ઇસરો ત્યારબાદ તેમાં અભ્યાસ કરનાર છે. ઇસરોનુ કહેવુ છે કે લેન્ડરને ચન્દ્રમાંના દક્ષિણ ધ્રુવ પર ઉતારવામાં આવનાર છે. આના માટે બે જગ્યાઓની પસંદગી કરવામાં આવી છે.
આમાંથી એક સ્થાનને ટુંકમાં જ પસંદ કરી લેવાશે. આમાંથી કોઇ પણ જગ્યાએ કોઇ અન્ય દેશના લેન્ડરે હજુ સુધી ઉતરાણ કર્યુ નથી. ઇસરોના કહેવા મુજબ સાઉથ પોલની જમીનસોફ્ટ છે. રોવરને મુવ કરવામાં અહીં સરળતા પડશે. રોવરમાં છ ટાયર લાગેલા છે. તેનુ વજન ૨૦ કિલોગ્રામની આસપાસ છે. રોવર માટે પાવરની કોઇ સમસ્યા નથી. આના માટે તેને સોલાર પાવર સાધનથી પણ સજ્જ કરવામાં આવ્યુ છે. આના કારણે જમીનથી રોવરના અંતરને સરળ રીતે અને ચોક્કસપણે માહિતી મળી શકશે. આના કારણે કોઇ તકલીફ રહેશે નહીં. આ પહેલા વર્ષ ૨૦૦૮માં ચન્દ્રયાન-૧ને લોંચ કરવામાં સફળતા મળી હતી. જા કે ફ્યુઅલની કમીના કારણે આ મિશન ૨૯મી ઓગષ્ટ ૨૦૦૯ના દિવસે પૂર્ણ થયુ હતુ.
ઇસરોએ તેના મિશનની અવધિનો અંદાજ બે વર્ષનો રાખ્યોહતો. ચન્દ્રયાન-૨ના હિસ્સાની વાત કરવામાં આવે તો લેન્ડર, ઓર્બિટર અને રોવર છે. તેના ત્રણ હિસ્સા રહેલા છે. લેન્ડરનુ નામ વિક્રમ રાખવામાં આવ્યુ છે. તેનુ વજન ૧૪૦૦ કિલોગ્રામ છે. લંબાઇ ૩.૫ મીટરની છે તેમાં ત્રણ પેલોડ છે. તે ચન્દ્ર પર ઉતરીને રોવર સ્થાપિત કરનાર છે. ઓર્ટિબરની વાત કરવામાં આવે તો તેનુ વજન ૩૫૦૦ કિલો અને લંબાઇ ૨.૫ મીટર છે. તે પોતાની સાથે આઠ પેલોડ લઇને જનાર છે. તે પેલોડની સાથે ચન્દ્રના ચક્કર લગાવનાર છે. ઓર્બિટર અને લેન્ડર ધરતીથી સીધા રીતે સંપર્ક કરનાર છે.જો કે રોવર સીધી રીતે સંપર્ક કરનાર નથી. ચન્દ્રયાન-૨ મિશનનો હેતુ ચન્દ્રની સપાટી પર પાણીના પ્રસાર અને પ્રમાણ અંગે માહિતી એકત્રિત કરવા માટેનો છે. ચન્દ્રયાન-૨ ચન્દ્રના હવામાન, ખનીજા અને તેની સપાટી પર ફેલાયેલા રસાયણિક તત્વોના અભ્યાસ કરવાનો પણ છે.